Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - 295

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

આલોચાત્મ અવાજ

‘‘આલોચાત્‍મક અવાજ તમારો નથી હોતો જયારે તમે બાળક હતા. તમારા પીતા કહેતા. ‘‘આ નહી કર'' તમારી માતા કહેતા, ‘‘આ નહી કર'' તમે જે કઇપણ કરવા માગતા  તે હમેશા ખોટુ હતું અને જે તમે  જે કઇપણ કરવા માગતા તે હમેશા ખોટુ હતુ અનેજે તમે કયારેય કરવા માગતા ન હતા તે સાચુ હતું.''

તમને જે પસંદ છે તે કરશો તો અપરાધભાવ ઉત્‍પન્‍ન થશે તમને એવુ લાગશે કે તમે કઇક ખોટુ કહી રહ્યા છો તેથી તમારે તમારા માતા-પીતાથી છુટા થવુ જ પડશે. કારણ કે હવે તમે મોટા છો તમારા માતા-પીતા ત્‍યાં નથી તેઓ ફકત તમારા મનમા છે.

હું એવુ નથી કહેતો કે જઇને તમારા માતા-પિતાને મારી નાખો મારો મતલબ છે ભૂતકાળમાંથી બહાર આવી જાવ તમે હવે બાળક નથી તેથી તમને જે પસંદ હોય તે જ કરો કયારેય એવુ નહી કરો જે તમને પસંદ ના હોય જો તમારે તેના માટે હેરાન થવું પડે તો પણ થાવ દરેક વસ્‍તુની કિમત ચુકવવી પડે છે. જીવનમાં કઇ જ મફત નથી.

જો તમે કોઇ વસ્‍તુને માણો છો અને આખી દુનીયા તમારી નીંદા કરે છે તો બરાબર છે તેઓને નીંદા કરવા દો જો તમને કોઇ વસ્‍તુ પસંદ નથી અને-આખી દુખીયા તેને સુંદર કહે છે તે અર્થ વગરનું છે. આ તમારૂ જીવન છે કાલે કદાચ તમે મરી જશો તેથી તમે જીવતા છો ત્‍યા તેને માણો આ તમારૂ જીવન છે.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:22 am IST)