Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

ગુડ ન્યુઝ...કોઈપણ સામાન વગર

મુસાફરી કરશો તો હવાઈયાત્રામાં મળશે રાહતઃ ડીજીસીએએ જારી કર્યો પરિપત્ર

નવી દિલ્હીઃ. નાગરિક ઉડ્ડયન વિભાગે આજે એક પરિપત્ર જારી કર્યો છે. જેમાં જારી એરલાઈન્સને કોઈ સામાન વગર મુસાફર મુસાફરી કરે તો ટીકીટના ભાવમાં રાહત આપવાની પરવાનગીની બાબત જણાવવામાં આવી છે. ડીજીસીએ એરલાઈન્સ દ્વારા સેવાઓ અને ટીકીટની પરવાનગી આપે છે. હવે એરલાઈન્સ શૂન્ય સામાન ભાડાની ઓફર પણ કરી શકે છે. આનો અર્થ એ કે કોઈ વ્યકિત પાસે સામાન નથી તો તેણે હવાઈ મુસાફરીમાં ઓછુ ભાડુ આપવુ પડશે. હાલના નિયમ મુજબ અનુસાર એક યાત્રી ૭ કિલોગ્રામ કેબીન સામાન અને ૧૫ કિલોગ્રામ ચેકઈન સામાન લઈ જઈ શકે છે. વધારાનું વજન થવા પર ચાર્જ લાગે છે. ડીજીસીએના નવા નિયમથી એવા લોકોને ઓછા ભાવે ટીકીટ મળી શકશે જેઓ કોઈ સામાન વગર કે ફકત કેબીન સામાન સાથે યાત્રા કરે છે. રાહતનો લાભ લેવા માટે મુસાફરે ટીકીટ લેતી વખતે જાહેર કરવુ પડશે કે તે કેટલો સામાન લઈ જઈ રહ્યો છે.

(4:00 pm IST)