Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

રશિયન વેકસીન સ્પુતનિક-પ ને ભારતમાં હજુ મંજુરી મળી નથી

એસઇસીએ કલીનીકલ ટ્રાયલના વધુ ડેટા માંગ્યા

નવી દિલ્હી, તા. ર૬ :  કોરોના વિરોધી રશીયન વેકસીન સ્પુતનિક-પને ભારતમાં આપાતકાલીન ઉપયોગ માટેની મંજુરી મેળવવા માટે હજુ વધારે રાહ જોવી પડશે. દેશની ટોચની દવા નિયામક વિષય વિશેષજ્ઞ સમિતિ (એસઇસી) એ હૈદ્રાબાદ ખાતેની ડો. રેડ્ડીઝ લેબ ને વધુ ડેટા સબમીટ કરવા કહ્યું છે.  ડો. રેડ્ડીઝ લેબ સ્થાનિક રીતે સ્પુતનિક-પ નો કલીનીકલ ટ્રાયલ કરી રહી છે. ડો. રેડ્ડીઝ લેબ પાસેથી વધુ ડેટા, માંગવાના ડીસીજીઆઇના નિર્ણયની આરોગ્ય નિષ્ણાંતોના એક વર્ગ કડક ટીકા કરી છે. તેમણે કહ્યું કે જયારે ભારત બાયોટેકની કોવેરસીન અને સીરમ ઇન્ડસ્ટ્રીટયુટ ઓફ ઇન્ડીયાની કોવિશિલ્ડને અપૂરતા ડેટા સાથે મંજુરી મળી શકે તો રશીયન રસીમાં એવું કેમ ન થઇ શકે, તેના પ્રારંભિક પરિણામો બહુ સારા છે.

(3:17 pm IST)