Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

સોના-ચાંદીના વાયદાના સામસામા રાહ: સોનું રૂ.૧૧૧ ઘટ્યું: ચાંદી રૂ.૬૨૯ ઊછળી

મુંબઈ : કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૧૧ ઘટ્યો હતો, જ્યારે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૬૨૯ ઊછળ્યો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૧૮૦૨૫ સોદાઓમાં રૂ.૮૦૧૦.૭૮ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૬૪૪૩ ખૂલી, ઊપરમાં રૂ.૪૬૬૫૫ અને નીચામાં રૂ.૪૬૩૨૭ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૧ ઘટીને રૂ.૪૬૪૧૧ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૩ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૩૭૨૭૫ અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૪૬૩૬ થયા હતા, જ્યારે સોનું-મિની માર્ચ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૮૫ ઘટીને બંધમાં રૂ.૪૬૨૮૪ ના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૭૦૧૨૬ ખૂલી, ઊપરમાં રૂ.૭૦૫૩૭ અને નીચામાં રૂ.૬૯૬૩૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૨૯ વધીને રૂ.૭૦૧૭૨ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૫૩૭ વધીને રૂ.૭૦૨૬૨ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૬૦૦ વધીને રૂ.૭૦૩૨૫ બંધ રહ્યા હતા.

(12:20 pm IST)