Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

અમેરિકા સાથે વાતચીત કરવા ઉત્તર કોરિયા ઉત્સુક :દક્ષિણ કોરિયા

ઉત્તર કોરિયાના જનરલ કિમ યોંગ ચોલ અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જેઇ-ઇનની મુલાકાત બાદ જાહેરાત

અમેરિકા સાથે વાતચીત કરવા ઉત્તર કોરિયા ઉત્સુક હોવાનું દક્ષિણ કોરિયાએ જણાવ્યું છે પ્યોંગચાંગમાં વિન્ટર ઑલિમ્પિક્સના સમાપન સમારંભ પહેલા ઉત્તર કોરિયાના જનરલ કિમ યોંગ ચોલ અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જેઇ-ઇનની મુલાકાત બાદ આ જાહેરાત થઈ છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાંકા પણ આ સમાપન સમારંભમાં શામેલ થઈ રહ્યાં છે.પરંતુ અમેરિકાના અધિકારીઓએ તેમની ઉત્તર કોરિયાના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત થવાની વાતનું ખંડન કર્યું છે.

અમેરિકાએ કહ્યું છે કે, વિન્ટર ઑલિમ્પિક્સના ઉદઘાટન સમારંભ દરમિયાન ઉપ-રાષ્ટ્રપતિ માઇક પેંસ સાથેની બેઠકમાં ઉત્તર કોરિયાના અધિકારી વાતચીતથી અળગા થઈ ગયા હતા.

મૂનની ઑફિસે કહ્યું કે ઉત્તર કોરિયા અમેરિકા સાથે વાતચીત માટે 'ખૂબ જ ઉત્સુક' છે.રાષ્ટ્રપતિના કાર્યાલય અનુસાર ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા સાથે વાતચીત અને અમેરિકા સાથે સંબંધો સુધારવા માટે સહમત થઈ ગયું છે.

જોકે, ઉત્તર કોરિયાએ આ બાબતે કોઈ પ્રતિક્રિયા નથી આપી, પરંતુ પૂર્વમાં ઉત્તર કોરિયાના અધિકારીઓ કહેતા રહ્યા છે કે એ અમેરિકા સાથે બિનશરતી વાતચીત માટે તૈયાર છે.

શુક્રવારે અમેરિકાએ ઉત્તર કોરિયા વિરુદ્ધ નવા પ્રતિબંધો મૂક્યા હતા.

દક્ષિણ કોરિયા તરફથી આ નિવેદન એ સમયે આવ્યું છે જ્યારે આ નવા પ્રતિબંધોને ઉત્તર કોરિયાએ 'યુદ્ધ માટે ઉશ્કેરવાનું કામ' ગણાવ્યું હતું.

ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે વિન્ટર ઑલિમ્પિક્સ દરમિયાન બન્ને દેશોના નજીક આવવાની પ્રશંસા કરી છે.

પરંતુ તેમણે કહ્યું છે કે જેમ જેમ ઑલિમ્પિક્સનો અંત નજીક આવી રહ્યો છે, તેમ તેમ અમેરિકા 'મોટા પ્રમાણમાં નવા પ્રતિબંધો મૂકીને કોરિયન દ્વીપકલ્પમાં યુદ્ધનું જોખમ જન્માવી રહ્યું છે.'

(12:01 am IST)