Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રજાસત્તાક પર્વ પર ખેડૂતોની આજે ટ્રેકટર રેલીઃ ખેડુતો દ્વારા સિંધુ અને ટિકરી બોર્ડર પર બેરિકેડ્સ તોડી નાખવામાં આવ્યા

નવી દિલ્હી: ભલે દિલ્હીની બોર્ડરો પર સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોય, પરંતુ ખેડૂતોનું આંદોલન યથાવત છે. ટ્રેક્ટર રેલીની શરૂઆત પહેલા સિંઘુ બોર્ડર પર લગાવવામાં આવેલી બેરિકેડિંગને ખેડૂતો દ્વારા તોડી દેવામાં આવી છેકૃષિ કાયદા વિરુદ્ધ પ્રજાસત્તાક પર્વ પર ખેડૂતોની આજે ટ્રેક્ટર રેલી થઈ રહી છે. જો કે આપવામાં આવેલા સમય પહેલા ખેડૂતો દ્વારા સિંઘુ અને ટિકરી બોર્ડર પર બેરિકેડ્સ તોડી નાંખવામાં આવ્યા. જેના કારણે તનાવની સ્થિતિ સર્જાયી છે.

પહેલા પોલીસે દાવો કર્યો હતો કે, દિલ્હી આવતી તમામ બોર્ડરો સીલ છે. જો કે ખેડૂતોના હોબાળાના જોતા પોલીસ સમક્ષ શાંતિ જાળવી રાખવી એક મોટો પડકાર બની છે. દિલ્હી પોલીસ દ્વારા સતત ખેડૂતોને નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. સાથે રૂટ વિશે પણ જણાવવામાં આવી રહ્યું છે. ખેડૂતોને રાજીવ ગાંધી ટ્રાન્સપોર્ટ પર રોકી દેવામાં આવ્યા છે.

અંગે પ્રાપ્ત જાણકારી અનુસાર, સિંઘુ બોર્ડર પર ટ્રેક્ટર રેલી કંઝાવલા ચોક, ઔચંદી સરહદ, KMP-GT રેડ જંક્શન તરફ આગળ વધી ગઈ છે. બીજી બોર્ડર પર પણ ખેડૂતો ટ્રેક્ટરો સાથે તૈયાર થઈ ગયા છે.

જ્યારે દિલ્હી-ઉત્તર પ્રદેશની બોર્ડર પર ખેડૂતો તરફથી ગાજીપુર બોર્ડ-અપ્સરા બોર્ડર-હાપુડ રોડ-IMS કૉલેજ, લાલ કુવા-ગાજીપુર બોર્ડર વાળો રૂટ પકડ્યો છે. સિવાય નોઈડા-ચિલ્લા બોર્ડર પણ પણ ખેડૂતો ટ્રેક્ટર રેલી માટે પૂરી રીતે તૈયાર છે.

જણાવી દઈએ કે, સત્તાવાર રાજપથ પર પ્રજાસત્તાક પર્વની પરેડ સમાપ્ત થયા બાદ ખેડૂતોને ટ્રેક્ટર માર્ચની મંજૂરી આપવામાં આવી છે. જે બાદ સમગ્ર દિલ્હીમાં પોલીસની સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

(11:02 am IST)