Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

૨૦૨૨માં મોંઘવારી બેકાબુ બનશે : પરમાણુ બોંબ - કુદરતી આફતોથી તબાહી : ૩ દિવસ સમગ્ર વિશ્વમાં અંધારપટ છવાશે

ફ્રાંસના જાણીતા ભવિષ્યવકતા નાસ્ત્રેદમસે ૨૦૨૨ માટે કરેલી ભવિષ્યવાણી ચિંતા ઉભી કરે તેવી : એક એસ્ટરોઇડ પૃથ્વીને મહાભયાનક નુકસાન કરશે : આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સનો માનવજાત ઉપર થશે હુમલો

નવી દિલ્હી તા. ૨૫ : ફ્રાંસના પ્રખ્યાત ભવિષ્યવાણી કરતા નાસ્ત્રેદમસે સદીઓ પહેલા 'લેસ પ્રોફેટીસ' નામના એક પુસ્તકમાં વિશ્વ અંગે અનેક ભવિષ્યવાણીઓ કરી હતી. તેની ૭૦ ટકા ભવિષ્યવાણીઓ દર વર્ષે સાચી સાબિત થાય છે. ૨૦૨૧ માટે તેઓએ મહામારી અકાળ અને તબાહી જેવી ભવિષ્યવાણીઓ કરી હતી. જેને કોરોના અને વિશ્વભરમાં મચેલી તબાહી સાથે જોડીને જોઇ શકાય છે. વર્ષ ૨૦૨૨ માટે પણ નાસ્ત્રેદમસે અનેક ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ મુજબ ૨૦૨૨માં મોંઘવારી નિયંત્રણની બહાર થઇ જશે અને અમેરિકી ડોલરમાં તેજીથી ઘટાડો નોંધાશે. ભવિષ્યવાણી મુજબ વર્ષ ૨૦૨૨માં સોના, ચાંદી અને બિટકોઇનને જ સંપત્તિ માનવામાં આવશે. જેમાં અનેક લોકો વધુ પૈસા રોકાણ કરશે.

૨૦૨૨ની ભવિષ્યવાણીમાં નાસ્ત્રેદમસે કહ્યું કે, એસ્ટરોઇડના કારણે પૃથ્વીને ખૂબ જ નુકસાન પહોંચશે. એક મોટી ભેખડ સમુદ્રમાં પડશે અને તેના કારણે ભયંકર લહેરો ઉઠશે જે પૃથ્વીને ચારેય બાજુ ઘેરી લેશે. સમુદ્રની સપાટી વધવાથી ભારે નુકસાન વેઠવું પડશે.

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી મુજબ વર્ષ ૨૦૨૨ તબાહી અને ત્યારબાદ શાંતિ લાવશે. તે શાંતિ પહેલા સમગ્ર વિશ્વમાં ૭૨ કલાકનું અંધારૂ છવાશે. પર્વતો પર બરફવર્ષા થશે.

ભવિષ્યવાણી મુજબ આવતા વર્ષે એક વિનાશકારી પરમાણુ બોમ્બ ફાટશે તેના કારણે જળવાયુ પરિવર્તન થશે. આ પરમાણુ બોમ્બ ફાટવાના કારણે પૃથ્વીની સ્થિતિમાં બદલાવ આવશે.

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી મુજબ વર્ષ ૨૦૨૨માં ફ્રાંસમાં એક મોટો તોફાન આવશે. તેના કારણે વિશ્વના અનેક ભાગોમાં ભીષણ આગ, દુષ્કાળ અને પૂરની સ્થિતિ જોવા મળશે. ભવિષ્યવાણીની માનીએ તો ૨૦૨૨માં વિશ્વ વ્યાપી ભૂખમરો ફેલાશે.

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી મુજબ ૨૦૨૨માં પર્સનલ કમ્પ્યૂટરનું મગજ માણસો પર નિયંત્રણ કરવામાં સક્ષમ રહેશે. આવતા વર્ષે આર્ટિફિશિયલ ઇન્ટેલિજીન્સ માનવ ઇન્ટરફેસ વાળા કોમ્પ્યુટરનું હશે અને રોબોટ માનવ જાતિને નષ્ટ કરી દેશે. ભવિષ્યવાણી મુજબ મેનોર્કા દ્વિપની પાસે ભૂમધ્યસાગરમાં મિસાઇલ પરીક્ષણ દરમિયાન એક મોટા વિસ્ફોટની આશંકા છે.

(3:20 pm IST)