Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

અહમદભાઈ પટેલની અંતિમવિધિમાં હાજર રહેવા માટે રાહુલ ગાંધી આવશે ગુજરાત

સવારે 6-15 વાગ્યે સ્પેશિયલ ફ્લાઈટથી દિલ્હીથી સુરત આવશે: પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ પિરામણ પહોંચશે

નવી દિલ્હી : રાહુલ ગાંધી આવતી કાલે સવારે ગુજરાત આવશે. તેઓ અહમદભાઈ  પટેલની દફનવિધીમાં હાજર રહેવા માટે આવી રહ્યા છે. તેઓ સવારે 6.15 કલાકે સ્પેશ્યલ ફ્લાઈટથી દિલ્હીથી સુરત આવશે. જ્યાંથી તેઓ બાય રોડ સુરત એરપોર્ટથી જ તેમના માદરે વતન પીરામન જવા રવાના થશે. જ્યાં તેઓ 9.30 કલાક સુધીમાં પહોંચી જશે. રાહુલ ગાંધી અહમદ પટેલની અંતિમવિધિ દરમિયાન લગભગ 11 વાગ્યા સુધી રોકાશે. જે પછી તે ઓ બાય રોડ પીરામનથી સુરત એરપોર્ટ જવા રવાના થશે.

અહમદભાઈ  પટેલના દુખદ અવસાનને કારણે કોંગ્રેસમાં મોટો ફટકો પડ્યો છે. ગાંધી પરિવારના એકદમ નજીક ગણાતા અને કોંગ્રેસના ચાણક્ય એવા અહમદ પટેલના અવસાનથી સોનિયા ગાંધીએ પણ ટ્વિટમાં કહ્યું કે પોતાના અણમોલા સાથીને ખોયા છે. અહમદ પટેલનો ગાંધી પરિવાર સાથે ખૂબજ અંગત નાતો રહ્યો છે. યૂપીએમાં આગવું સ્થાન ધરાવતા સાથીને અંતિમ વિદાય આપવા માટે રાહુલ ગાંધી હાજર રહેવાના છે.

કોંગ્રેસ નેતા અહેમદ ભાઈ પટેલે કોંગ્રેસના સૌથી વિશ્વસનિય સાથી હતા. તેઓ 10-15 નહીં પરંતુ 4 દશકા કરતા વધુ લાંબા રાજકીય કરિયર છતાં તેમણે પોતાના પરિવારને રાજકારણથી દૂર રાખ્યો હતો. ગુજરાત કોંગ્રેસના નેતાઓ અહમદ પટેલની અંતિમક્રિયામાં હાજર રહેશે. કોંગ્રેસના સિનિયર નેતાઓ સાંજ સુધી અહમદ પટેલના ગામ પિરામણ પહોંચશે. અમિત ચાવડા, પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓ પિરામણ જશે. મોડી રાત્રે અહમદ પટેલનો મૃતદેહ પિરામણ પહોંચશે

(8:37 pm IST)