Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

પંજાબમાં એક ડિસેમ્બરથી નાઇટ કર્ફ્યૂની જાહેરાત

કોરોનાના નિયમો તોડનારને ૧૦૦૦ રૂપિયાનો દંડ : સીએમએ રાજ્યના શહરો અને કસ્બાઓમાં રાત્રે ૧૦થી સવારે ૫ વાગ્યા સુધી રાતનો કર્ફ્યૂનો આદેશ આપ્યો છે

ચંદીગઢ,તા.૨૫ : પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહએ રાજ્યના તમામ શહરો અને કસ્બાઓમાં રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી રાતનો કર્ફ્યૂનો આદેશ આપ્યો છે. આ આદેશ ૧ ડિસેમ્બરથી પ્રભાવી થશે. તેની સાથે જ કોવિડ સાથે જોડાયેલા નિયમોનું પાલન ન કરવા પર ૧૦૦૦ રૂપિયા દંડની જોગવાઈ રાખવામાં આવી છે. ૧ ડિસેમ્બરથી તમામ હોટલ, રેસ્ટોરાં અને વિવાહસ્થળ રાત્રે ૯:૩૦ વાગ્યાથી બંધ થઈ જશે. ૧૫ ડિસેમ્બરે આ પ્રતિબંધો અંગે સમીક્ષા કરવામાં આવશે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું છે કે, રાજ્યમાં કોરોના સંબંધી નિયમ (માસ્ક પહેરવા અને સામાજિક અંતરનું પાલન કરવું) નહીં પાળવામાં આવે તો બમણો દંડ વસૂલ કરવામાં આવશે. આ ઉપરાંત ૧ ડિસેમ્બરથી તમામ હોટલ, રેસ્ટોરાં અને લગ્ન સ્થળોને રાત્રે ૯:૩૦ વાગ્યે બંધ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.પંજાબમાં કોરોનાની સ્થિતિ પર એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બાદ સરકારી પ્રવક્તાએ જણાવ્યું કે કોરોનાના બચાવની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરવા પર હવે ૫૦૦ રૂપિયાને બદલે ૧૦૦૦ રૂપિયા દંડ ફટકારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પંજાબમાં કોરોનાના મામલા સતત વધતા જઈ રહ્યા છે. મંગળવારે જ રાજ્યમાં ૬૧૪ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. બીજી તરફ ૨૨ દર્દીનાં મોત થયા હતા. સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૪૩૯ છે.

(7:26 pm IST)