Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ભારત-ઓસ્ટ્રેલીયા સિરીઝના અનધિકૃત પ્રસારણને રદ કરતુ દિલ્હી હાઇકોર્ટ

સોનીની પિકચર્સ નેટવર્ક ઇન્ડિયા પ્રા.લિ.ની અરજી સ્વીકારી

નવી દિલ્હી, તા. રપ : દિલ્હી હાઇકોર્ટે સોની પિકચર્સની નેટવર્ક ઇન્ડિયા પ્રા.લી.ની અરજીને સ્વીકારી લીધી છે. આગામી ભારત ઓસ્ટ્રેલીયા ક્રિકેટ સીરીઝ માટે એકમાત્ર મીડિયા અધિકારનો દાવો કરતા  સીરીઝ શરૂ થવા પહેલા તેને સંબંધીત યાચીકાને સ્વીકારી લીધી છે. સોની દ્વારા મનાઇ હુકમના ઓર્ડરની અમલવારીને સુનિશ્ચિત કરવા માટે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સને પણ દાવાના પક્ષકારો તરીકે ઉમેરવામાં આવ્યા હતાં.

ર૭ નવેમ્બર, ર૦ર૦થી ૧૯ જાન્યુઆરી, ર૦ર૧ની વચ્ચે યોજનારી શેડયુલ, ઓસ્ટ્રેલિયામાં યોજાનારી શ્રેણીમાં બંને ટીમો ૪ ટેસ્ટ મેચ રમશે. સોની પિકચર્સે દાવો કર્યો છે કે તે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના સિરીઝના પ્રસારણ અને પ્રસારણનું વિશિષ્ટ લાઇન્સ ધરાવે છે.જસ્ટિસ રાજીવ શાકધરની સિંગલ જજ બેંચે જણાવ્યું છે કે, નામવાળી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેના ગ્રાહકો માટે ટેલિકાસ્ટ અને બ્રોડકાસ્ટ પણ અટકાવી દેવામાં આવ્યું છે.

(3:57 pm IST)