Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

સ્પેસ સેન્ટરમાં મુળાના છોડ ઉગાડાયાઃ વૈજ્ઞાનિકોનો નવતર પ્રયોગ

ર૭ દિવસમાં છોડ ઉગી ગયા, સારસંભાળ પણ ઓછી કરવી પડી

વોશિંગ્ટનઃ આ તસ્વીર પ્લાન્ટ હૈબિટૈટ-૦રની છે. જેને નાસાના અંતરીક્ષ યાત્રી કેટ રૂબિન્સ દ્વારા લેવાઇ છે. સ્પેસ સેન્ટરમાં માઇક્રો ગ્રેવિટી એન્વાયર્મેન્ટમાં મુળાના છોડ ઉગાડવા ઉપર સંશોધન થઇ રહ્યું છે. આ સંશોધન કરવા માટે મુળાના છોડની પસંદગી કરવામાં આવી છે, કેમકે તે પોષ્ટિકથી ભરપુર છે, જેને ખાવા માટે પણ ઉપયોગમાં લ શકાય છે આ છોડ પણ જલ્દીથી ઉગી જતુ હોય છે.

એડવાન્સ પ્લાન્ટ હેબિટૈટમાં આ છોડ ર૭ દિવસમાં ઉગી ગયા તેની સારસંભાળ પણ ઓછી કરવી પડી જેના માટે ગ્રોથ ચેમ્પરમાં એલઇડી લાઇટ, ઉર્વરક, પોરસ કલે મટીરીયલ વિ.નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કેમેરા અને ૧૮૦ થી વધુ સેન્સર થકી નાસાના ફલોરિડા સ્થિત કેનેડી સ્પેસ સેન્ટરના વૈજ્ઞાનિકોએ આ છોડ ઉપર દેખરેખ રાખી હતી. આ મહિનાના અંતિમ દિવસોમાં આ મુળાના છોડને કાઢવામાં આવશે. ત્યારબાદ તેના નમુનાઓની તપાસ માટે પૃથ્વી ઉપર લાવવામાં આવશે.

(3:27 pm IST)