Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

દિલ્હીમાં રેલ્વે પાટા આસપાસની ઝુપડપટ્ટી હટાવવાના કાર્યને બ્રેક

કેન્દ્ર સરકારે સમય માંગતા કોર્ટે ચાર અઠવાડીયા સુનાવણી પાછી ઠેલી : આ દરમિયાન દબાણ હટાવ કાર્ય નહી થઇ શકે : પીપીપી મોડેલ તળે ઝુપડાઓને નવા રંગરૂપ આપવા પણ વિચારણા

નવી દિલ્હી તા. ૨૫ : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રેલ્વેના પાટા આસપાસ લગભગ ૪૮૦૦૦ જેટલી ઝુપડપટ્ટી વસી ચુકી છે. પરંતુ ગરીબોના આ આશરાને હટાવવાની કામગીરી પર હવે બ્રેક લાગી ગઇ છે.

કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રિમ કોટને આ મામલે અંતિમ નિર્ણય માટે સમય માંગ્યો હતો. કોર્ટે ચાર અઠવાડીયા પછી સુનાવણી રાખી એવુ સ્પષ્ટ જણાવ્યુ છે કે આ દરમિયાન દબાણના નામે કોઇપણ ઝુપડપટ્ટી હટાવી શકાશે નહીં.

ચીફ જસ્ટીસ એસ.એ. બોબડેની ત્રણ સભ્યોની પીઠ સમક્ષ કેન્દ્ર સરકાર તરીફથી સોલીસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યુ હતુ કે આ બાબતને લઇને વિચાર વિમર્શ જરૂરી છે. પીઠે તેમના આગ્રહને માન આપી સમય આપ્યો છે. હવે દિલ્હી સરકાર અને રેલ્વે વચ્ચે એક મહત્વની બેઠક થશે. તેમાં સમાધાનકારી ઉપાયો વિચારી રસ્તો કઢાશે.

એક વિકલ્પ પ્રધાનમંત્રી આવાસ યોજના તળે આ ઝુપડીઓને પુનઃસ્થાપિત કરવા માટે પણ વિચારાયો છે. પીપીપી મોડેલ તળે આ ઝુપડીઓને નવા રંગરૂપ મળી શકે છે.

(12:53 pm IST)