Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

AAPI લીડર ડો.અજય લોધાનું કોરોનાથી અવસાન : 21 નવેમ્બરના રોજ અંતિમ શ્વાસ લીધા

શિકાગો : AAPI લીડર ડો.અજય લોધાનું કોરોનાથી અવસાન થયું છે.તેઓ છેલ્લા 8 માસથી કોરોના સામે ઝઝૂમી રહ્યા હતા.અંતે 21 નવેમ્બરના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

તેઓ તેમની પાછળ પત્ની સુશ્રી સ્મિતા ,પુત્ર શ્રી અમિત  તથા પુત્રી સુશ્રી સ્વેતા   સહીત વિશાળ ચાહક વર્ગને વિલાપ કરતા છોડી ગયા છે.

 AAPI  પ્રેસિડન્ટ ડો.જોનાલા ગડ્ડાએ તેમને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે આપણે એક મહાન લીડર ગુમાવ્યા છે.તેમણે ડો.અજયના પરિવાર જનોને સાંત્વના આપી હતી.તેવું યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.

(8:51 pm IST)