Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ફેસબુક ભારતમાં નફરત અને જુઠ્ઠાણા ફેલાવે છે

કંપનીના આંતરિક રિપોર્ટમાં ખુલાસો

નવી દિલ્હી,તા. ૨૫: ભારતમાં હેટસ્પીચ, ફેકન્યુઝ, ખોટી માહિતી અને હિંસાનો ઉત્સવ મનાવતી પોસ્ટને રોકવામાં ફેસબુકને પણ સફળતા મળી ન રહી હોવાનો ઘટસ્ફોટ ફેસબુકના જ એક આંતરિક રિપોર્ટમાં થયો છે.

અમેરિકન મીડિયા હાઉસ દ્વારા પ્રકાશિત કરાયેલા અહેવામાં ફેસબુકના આંતરિક રિપોર્ટનો હવાલો આપી ઉલ્લેખ કરાયો છે કે લોકસભા ચૂંટણીઓ સમયે સત્ત્।ાધારી પક્ષ અને વિપક્ષના અગ્રણીઓનો ઉલ્લેખ ધરાવતા અસંખ્ય પેજ ખોટી માહિતી ફેલાવી રહ્યા હતા.

ફેબુ્રઆરી-૨૦૧૯માં ફેસબુકના સંશોધકો દ્વારા કેરળના એક સામાન્ય વ્યકિતના નામે ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું અને એક સામાન્ય વ્યકિતની જિજ્ઞાાસા મુજબ તેને ઓપરેટ કરવામાં આવ્યું હતું. આ એકાઉન્ટને શરૂઆતના ત્રણ અઠવાડિયા એક નિયમાનુસાર ઓપરેટ કરવામાં આવ્યું હતું.

જેમાં ફેક ન્યુઝ કે હેટ સ્પીચ ધરાવતું અમુક કન્ટેન્ટ જોવામાં આવ્યું હતું. ત્યારબાદ ફેસબુક દ્વારા આપવામાં આવતા પેજ અને ગૃપ સજેશનના આધારે જે-તે પેજમાં લઇ એક વીડિયો જોવામાં આવ્યો હતો અને દરરોજ એક નવું પેજ એકસપ્લોર કરવામાં આવ્યું હતું .

જેના કારમે હેટસ્પીચ, ફેકન્યુઝા અને હિંસાનો ઉત્સવ મનાવતી પોસ્ટ અને ગૃપનો રાફડો સંશોધકોને જોવા મળ્યો હતો. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓ બાદ હાથ ધરવામાં આવેલા એક અલગ રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાંથી મળેલા ૪૦ ટકા ટોપ વ્યૂઝ ફેક અથવા ગેરમાન્ય હતા.

આ ઉપરાંત ૩૦ ટકા ઇમ્પ્રેશન પણ ગેરમાન્ય હતી. એડવર્સિયલ હામર્ફુલ નેટવકર્સ : ઇન્ડિયા કેસ સ્ટડી શીર્ષક ધરાવતા રિપોર્ટમાં સંશોધકોએ ઉલ્લેખ કર્યો છે કે ફેસબુક પર ભ્રામક માહિતી આપનારા એન્ટિ મુસ્લિમ પેજ અને ગૃપ પણ છે, જેમાંથી મોટાભાગના ગૃપ અને પેજ કોરોના મહામારી દરમિયાન જાણકારીમાં આવ્યા હતા.

ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલમાં એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે ફેસબુક દ્વારા બજરંગ દળ પર એક વિસ્તૃત રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં આ સંગઠન દ્વારા મુસ્લિમ વિરોધી કથાનકોનો પ્રચાર થઇ રહ્યો હોવાનું તારણ આપવામાં આવ્યું છે.

(10:32 am IST)