Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

ચીન મામલે સંઘ વડા મોહન ભાગવત સચ્ચાઈનો સામનો કરતા ડરે છે:રાહુલ ગાંધીએ તાક્યુ નિશાન

આખી દુનિયા જોઈ રહી છે કે ચીન કેવી રીતે ભારતમાં ઘૂસણખોરીના પ્રયાસ કરી રહ્યુ છે

નવી દિલ્હી : દશેરાના દિવસે જ મોહન ભાગવત પર પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ નિશાન તાક્યુ છે.રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, મોહન ભાગવત ચીન અંગેનુ સત્ય જાણે છે પણ તેનો સામનો કરતા ડરે છે.સત્ય એ છે કે ચીને આપણી જમીન લઈ લીધી છે.

વિજયા દશમી પ્રસંગે મોહન ભાગવતે કાર્યકરોને સંબોધન કરતા કહ્યુ હતુ કે, આખી દુનિયા જોઈ રહી છે કે ચીન કેવી રીતે ભારતમાં ઘૂસણખોરીના પ્રયાસ કરી રહ્યુ છે.ચીનના વિસ્તારવાદી વલણથી આખી દુનિયા વકેફ છે.ચીને ભારત સહિત બીજા દેશો સાથે પંગો લીધો છે પણ ભારતે ચીનને જે રીતે જવાબ આપ્યો છે તેનાથી ચીન ગભરાઈ ગયુ છે.

એ પછી રાહુલ ગાંધી મેદાનમાં આવ્યા હતા અને કહ્યુ હતુ કે, મોહન ભાગવત સત્યનો સામમનો કરતા ડરે છે, સચ્ચાઈ છે કે ચીને ભારતની જમીન પડાવી લીધી છે અને મોદી સરકાર તથા આરએસએસે આ માટે મંજૂરી આપી દીધી છે.

અત્યાર સુધી રાહુલ ગાંધી મોટાભાગે નરેન્દ્ર મોદી અને સરકાર પર પ્રહારો કરતા રહ્યા છે પણ આ વખતે તેમણે આરએસએસ પ્રમુખને જ ટાર્ગેટ કરીને નિવેદન આપ્યુ છે.ચીન મુદ્દે રાહુલ ગાંધી મોદી સરકારની નીતિઓની વારંવાર ટીકા કરતા આવ્યા છે.બિહાર ચૂંટણી પ્રચારમાં પણ ચીને ભારતની જમીન પડાવી લીધી હોવાનુ નિવેદન રાહુલ ગાંધીએ આપ્યુ હતુ.

(11:51 pm IST)