Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

બિહારમાં દારુબંધી નિષ્ફળ: એલજીપી સત્તામાં આવશેતો નીતીશકુમારને જેલમાં નાંખી દેશે : ચિરાગ પાસવાન

નીતીશકુમાર અને તેમના અધિકારીઓ પર ભ્રષ્ટાચારમાં સંડોવણીનો આરોપ

બકસરઃ બિહારમાં લોજપના પ્રમુખ ચિરાગ પાસવાને દાવો કર્યો કે તેમનો પક્ષ સત્તામાં આવશે તો તેઓ વર્તમાન મુખ્યમંત્રીને જેલમાં નાંખી દેશે.વિધાનસભાની ચૂંટણીઓ માટે દરેક પક્ષ એડીચોટીનો જોર લગાવી રહ્યા છે. હbs લોક જનશક્તિ પાર્ટી (LGP)ના પ્રમુખ ચિરાગ પાસવાને દાવો કર્યો છે કે તેમનો પક્ષ સત્તામાં આવશે તો હાલના સીએમ નીતીશકુમાર  જેલના સળિયા પાછળ ધકેલી દેવાશે.

લોજપ નેતા ચિરાગ પાસવાન રવિવારે સીતામઢી અને બકસરમાં ચૂંટણી રેલીઓ કરી હતી. તેમણે જદયુ અને સીએમ નીતીશકુમાર પર નિશાન સાધ્યા હતા. બકસરની એક રેલીમાં પાસવાને દાવો કર્યો કે,“જો તેમની પાર્ટી સત્તામાં આવે છે તો બિહારના હાલના મુખ્યમંત્રી નીતીશકુમાર અને તેમના અધિકારીઓ સળિયા પાછળ હશે. બિહારની ચૂંટણી માટે બકસરના ડુમરાંવમાં રામવિલાસ પાસવાને રેલીને સંબોધન કર્યું હતું. તેમણે નીતીશકુમારની સરકાર સામે અનેક સવાલ ઊઠાવ્યા હતા. પાસવાને કહ્યું કે,બિહારમાં દારુબંધી નિષ્ફળ થઇ ગઇ છે. મોટા પાયે દારુ વેચવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં નીતીશકુમારને તેના પૈસા નળી રહ્યા છે.

ચિરાગ પાસવાન તે પહેલાં રવિવારે સીતામઢી પહોંચ્યા હતા અને પુનૌરા ધામ મંદિરમાં પૂજા કરી હતી. ચિરાગ પાસવાન સાથે સ્થાનિક ઉમેદવાર સહિત સેંકડો કાર્યકરો મંદિર પરિસરમાં હાજર હતા. ત્યાર બાદ તેમણે પ્રેસકોન્ફ્રસ યોજી હતી.જેમાં ચિરાગે જણાવ્યું હતું કે જો બિહારમાં લોજપની સરકાર રચાશે તો સીતામઢીમાં ભવ્ય જાનકી મંદિરનું નિર્મણ કરવામાં આવશે.

ચિરાગ પાસવાને સીએમ નીતીશકુમાર પર બળાપો કાઢ્યો હતો. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી દ્વારા ચલાવવામાં આવી રહેલી 7 નિશ્ચય યોજના (જેનો લાલુ યાદવ સાથે મળી પાયો નંખાયો હતો)માં ભારે ભ્રષ્ટાચાર થયો છે.

આ યોજનાઓમાં લોકપ્રતિનિધિથી લઇ અધિકારીઓ સુધી સંડોવાયેલા છે. પરંતુ અહીંના પ્રજા તેમને ચૂંટે છે તો, નીતીશ સરકારની તમામ યોજનાઓની તપાસ કરાવવામાં આવશે. સાથે તમામ દોષી અધિકારીઓ, લોકપ્રતિનિધિઓ સહિત મુખ્યમંત્રીને જેલમાં મોકલવાનું કામ કરશે.

(11:40 pm IST)