Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

ભાજપને પણ નીતિશકુમારના કામ ઉપર વિશ્વાસ નથી?

તમામ જાહેરાતોમાં ફક્ત પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી : નિતીશકુમારની તસવીરનો ઉપયોગ બેનરમાં કરી રહી નથી તેને લઇને એલજેપી ચિરાગ પાસવાને પણ ટિપ્પણી કરી

પટણા,તા.૨૫ : શું બિહાર વિધાનસભા ચૂંટણીમાં નીતીશ કુમારને લઇ ભાજપમાં કોઇ અવઢવની સ્થિતિ છે? આ પ્રશ્ન એટલા માટે ઉઠ્યો છે કારણ કે ૨૮મી ઑક્ટોબરના રોજ પહેલાં તબક્કાના વોટિંગ પહેલાં ભાજપની તરફથી એક જાહેરાત સામે આવી છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેખાય છે પરંતુ નીતીશ કુમાર ગાયબ છે. એવામાં પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું સત્તા વિરોધી લહેરના લીધે ભાજપ નીતીશ કુમારને ટાળી રહી છે. આ જ કારણ છે કે પાર્ટી નીતીશ કુમારની તસવીરનો ઉપયોગ પોતાના પોસ્ટર-બેનરમાં કરી રહી નથી. તેને લઇ એલજેપી અધ્યક્ષ ચિરાગ પાસવાન એ પણ ટિપ્પણી કરી છે. એલજેપી ચીફ ચિરાગ પાસવાને એક ખાનગી ચેનલ સાથે વાત કરતાં કહ્યું કે મેં મારી ટ્વીટમાં સ્પષ્ટ કહ્યું છે કે મારા ભાજપના સાથીઓને એ સમજમાં આવી ગયું છે કે મુખ્યમંત્રીનો ચહેરો પોસ્ટર-બેનરમાં લગાવાથી નુકસાન થઇ રહ્યું છે. થોડુંક અજીબ લાગે છે કે જેમના નેતૃતવમાં તમે ચૂંટણી લડવા જઇ રહ્યા છો તેમની તસવીરને તમે નજરઅંદાજ કરી રહ્યા છો. પરંતુ તેનાથી ભાજપને લાભ થશે. એવું એટલા માટે પણ છે કારણ કે ભાજપના સાથી જેટલા તેમના નેતૃત્વનો સ્વીકાર કરે છે તો કયાંકને કયાંક જનતા ભાજપની સાથે પણ નારાજગી દેખાય શકે છે. ચિરાગ પાસવાન ભાજપની આ જાહેરાતને લઇ રવિવાર સવારે એક ટ્વીટ પણ કરી, જેમાં તેમણે લખ્યું આદરણીય નીતીશ કુમારના પ્રમાણ પત્રની જરૂરિયાત ખત્મ થતી દેખાય રહી નથી. નીતીશ કુમારને આખા પાનાંની જાહેરાત અને પ્રમાણપત્ર આપવા માટે આભાર માનવો જોઇએ અને જે રીતે ભાજપ ગઠબંધન માટે ઇમાનદાર છે તેવી જ રીતે નીતીશ જી એ પણ થવું જોઇએ. ચિરાગ પાસવાન સતત નીતીશ કુમાર પર નિશાન સાંધતા રહ્યા છે. રવિવારના રોજ એક ખાનગી ટીવી ચેનલ પર વાત કરતાં તેમણે કહ્યું કે વિકાસ કરવા માટે નિયત અને નીતિ હોવી જોઇએ. આપણા મુખ્યમંત્રીમાં નિયત અને નીતિ બંનેની ખોટ છે. મને નથી લાગતું કે બિહારના હાલના સીએમને નેતૃત્વમાં બિહાર આગળ વધી શકશે. આથી નીતીશ કુમારને હટાવા જરૂરી છે. નીતીશ કુમાર યુવાનોથી ડરેલા છે અને તેમની વિચારસરણી યુવા વિરોધી છે.

(7:29 pm IST)