Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

જો મારા વિરુદ્ધ કોઈએ ED લગાવી તો હું CD ચલાવી દઈશ ! એકનાથ ખડસે

મહારાષ્ટ્રમાં ભાજપના દિગ્ગજ નેતા પાર્ટી છોડીને શરદ પવારની સાથે જતા રહ્યા છે, જતા જતા તેમણે મહારાષ્ટ્રની ભાજપ અને દેવેન્દ્ર ફડણવીસ પર ગંભીર આરોપો પણ લગાવ્યા. એકનાથ ખડસેએ કહ્યું કે હવે બતાવી દઈશું કે ખડસે શું ચીજ છે? તેમણે દાવો કર્યો કે કેટલાય નેતાઓ ભાજપને છોડવા માંગે છે પરંતુ બધાને એમ કહીને જ રોકી લેવામાં આવે છે કે મહારાષ્ટ્રની સરકાર પડવા જઈ રહી છે. ખડસેએ ભાજપને ચેતવણી આપતા કહ્યું કે જો મારા વિરુદ્ધ કોઈએ ED લગાવી તો હું CD ચલાવી દઈશ. ખડસેએ દાવો પણ કર્યો કે ભાજપના કેટલાય વરિષ્ઠ નેતાઓ કહી રહ્યા છે કે ભગવા પાર્ટીમાં કોઈ ભવિષ્ય નથી,NCPમાં સામેલ થઇ જવું જોઈએ

(2:02 pm IST)
  • જાન્યુઆરીમાં ગુજરાતને કોરોના વેકસીન મળી જશે: વિજયભાઈ : ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું છે કે જાન્યુઆરી મહિનામાં ગુજરાત મે કોરોના વ્યક્તિ મળી જાય તેવી પૂરી સંભાવના છે access_time 2:20 pm IST

  • ઉપગ્રહો બનાવવા અને છોડવા માટે વિદેશી કંપનીઓને મંજૂરી : સ્પેસ સેક્ટરમાં વિદેશી રોકાણને ઉત્તેજન આપવા માટે ભારત સરકારે અવકાશ ક્ષેત્રે ઉપગ્રહો બનાવવા અને છોડવા માટે વિદેશી કંપનીઓને મંજૂરી આપી છે. access_time 2:20 pm IST

  • હાઈવેની બાજુમાં જ રેલવે લાઈનઃ સરકાર બનાવી રહી છે એક મોટો પ્લાન : ૨૦૨૫ સુધીમાં કેન્દ્ર સરકાર જે નવા હાઈવે બનાવી દેવા માગે છે તેમાં અમદાવાદ- ધોલેરા, કાનપુર- લખનઉ, અમૃતસર- ભટિંડા- જામનગર, હૈદરાબાદ- રાયપુર, નાગપુર- વિજયવાડાનો પણ સમાવેશ થાય છે access_time 3:37 pm IST