Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

અમેરિકા સામે બાથ ભીડવા હવે તૂર્કીને જોશ ચડયું !! એસ.૪૦૦ એરડીફેન્સનો ટેસ્ટ કર્યો : જેટ તોડી પાડયુ

તુર્કી એ જેટ તોડી પાડી અમેરિકા ને લલકાર કર્યો છે આ મામલે અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા નિવેદન બહાર પાડી તુર્કી દ્વારા કરાયેલા S-400 એર ડિફેંસ સિસ્ટમ ના પરિક્ષણ સામે વિરોધ કર્યો હતો.

તુર્કીએ ખુલ્લેઆમ સ્વિકાર્યું હતું કે, તેને અમેરિકાના F-16 ફાઈટર જેટ વિરૂદ્ધ રશિયાની S-400 મિસાઈલ ડિફેંસ સિસ્ટમનો ટેસ્ટ કર્યો હતો. તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ તૈય્ય્યબ એર્દોગને આ ટેસ્ટની પુષ્ટી પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેમના દેશે અમેરિકાના વાંધા છતાંયે રશિયન બનાવટની S-400 મિસાઈલ ડિફેંસ સિસ્ટમનું પરિક્ષણ કર્યું છે રશિયા ની S-400 મિસાઈલ ડિફેંસ સિસ્ટમ ને લઈને અમેરિકા અને તુર્કી વચ્ચે ઉભો થયેલો વિવાદ ધીમે ધીમે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. તુર્કી દ્વારા S-400 સિસ્ટમના ઉપયોગ કર્યાનો સ્વિકાર્યા બાદ અમેરિકા બરાબરનું લાલઘુમ થયું છે. અમેરિકાના રક્ષા મંત્રાલયે તુર્કીને ચેતવણી આપી છે કે, તેને વોશિંગ્ટન સાથે સંબંધોને લઈ ગંભીર પરિણામો ભોગવવા પડશે. અમેરિકાએ તુર્કીના પરિક્ષણની આકરી નિંદા કરી છે આમ હવે દુનિયા માં જામેલી શસ્ત્રહોડ ક્યાં જશે તે એક વૈશ્વિક મોટો ગંભીર સવાલ ઉભો થયો છે અને ચિંતા નો વિષય બની રહ્યો છે.

(12:48 pm IST)