Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

દેશમાં ચોમાસુ ટનાટન રહ્યા પછી હવે ઠંડી પણ ગાભા કાઢશે : ગરમ કપડા હાથવગા રાખશો :

હવામાન વિભાગની આગાહી

છેલ્લા કેટલાક દિવસોથી આવેલા પૂરના પ્રકોપ બાદ હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે ઠંડીનું પ્રમાણ વધુ રહેશે. આ વર્ષે લોકડાઉનના કારણે લોકો પોતાનું રૂટિન બદલશે. શક્ય છે કે તમારે શિયાળાના કપડાં કાઢી લેવા પડે. હવામાન વિભાગે દર વર્ષ કરતાં વધારે ઠંડીનું અનુમાન કર્યું છે.

દુનિયાના હવામાનને પ્રભાવિત કરવા પ્રશાંત મહાસાગરમાં અનેક પ્રકારની હલચલ જોવા મળે છે તેમાં એક લા નીનો અને એલ નીનો છે. કોઈ એક ભાગમાં ફેરફારના કારણે સ્થિતિ બદલાય છે. પ્રશાંત મહાસાગરના પૂર્વમાં અમેરિકાની સીઝન અહીંની હલચલથી પ્રભાવિત થાય છે. મહાસાગરના પશ્ચિમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સુધીની હલચલની અસર જોવા મળે છે. તો જાણો કઈ અસર ભારતની સીઝનને પ્રભાવિત કરશે.

પ્રશાંતમાં પાણી અને હવાના તાપમાનમાં અનિયમિત રીતે જે અંતર આવે છે તેને ENSO કહેવાય છે. ફક્ત સતહી તાપમાન નહીં પણ આ કંડીશનના કારણે આખી દુનિયામાં વરસાદ, તાપમાન અને ઠંડાથી ગરમ વાતાવરણની પેટર્ન પ્રભાવિત થાય છે.

ENSO સાથે સંકળાયેલ ઠંડા હવામાનનો તબક્કો જે પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલી સ્થિતિ છે તે અલ નીનો કહેવાય છે. લા નીના અને ગરમી સાથે સંકળાયેલો તબક્કો માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે પ્રશાંત મહાસાગરમાં સામાન્ય સપાટીનું તાપમાન કેવી રીતે ફરક પાડે છે. ઉદાહરણ રૂપે લા નીનાની સ્થિતિમાં પેસિફિકમાં દક્ષિણ અમેરિકાથી ઇન્ડોનેશિયા તરફ ગરમ પાણીના પ્રવાહ વહેવાનું શરૂ કરે છે.

(12:45 pm IST)