Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

જાપાનની લીલીટેન નામનીયુવતીએ પોતાના જ લગ્ન માટે ૪૦ સીમેન્ટની થેલીઓનો ડ્રેસ બનાવી આત્મનિર્ભર બની

ર૭ વર્ષીય યુવતીએ શાનદાર વેડીંગ ડ્રેસ બનાવી સોશ્યલ મીડીયામાં મુકતા ભારે આકર્ષણ જોવા મળ્યું

ટોક્યો, : લગ્નના સમયે દરેક દંપતિને એકદમ અલગ અને સુંદર દેખાવાની ઇચ્છઆ હોય છે. જેના માટે તેઓ ખાસ પ્રકારના કપડા પસંદ કરે છે. જેના માટે લોકો લાખો રુપિયા પણ ખર્ચે છે. ત્યારે જાપાનની એક યુવતિએ પોતાના લગ્ન માટે જાતે જ ડ્રેસ તૈયાર કર્યો અને હવે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તમને થશે કે એવું તો શું છે આ ડ્રેસમાં? તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ડ્રેસ સિમેન્ટની 40 ખાલી કોથળીઓમાંથી બનેલો છે.

જાપાનમાં રહેતી લિલી ટૈન નામની યુવતે સિમેન્ટની ખાલી થેલીઓમાંથી પોતાના માટે વેડિંગ ગાઉન તૈયાર કર્યુ છે. આ ગાઉન બનાવવા માટે તેણે 40 સિમેન્ટની ખાલી થેલીઓનો ઉપયોગ કર્યો છે. લિલિ ટૈન એક ખેડૂત છે, જે પોતાની ક્રિએટિવિટીના કારણે ચર્ચામાં રહે છે. 27 વર્ષીય આ યુવતિએ શાનદાર વેડિંગ ડ્રેસ બનાવ્યો છે, જેની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઇ રહી છે.

લિલીએ જણાવ્યું કે હાલમાં જ તેના ઘરમાં રિપેરિંગ કામ થયું છે. જે દરમિયાન ઘણી બધી સિમેન્ટની થેલીઓ આવી હતી. જેને જોઇને મને આઇડિયા આવ્યો અને આ વેડિંગ ગાઉન તૈયાર કર્યુ. લીલીએ ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ પણ કર્યો છે. હકીકતમાં તો તે ખેતરમાં કામ કરતા સમયે વરસાદથી બચવા માટે એક ડ્રેસ બનાવવા માંગતી હતા પરંતુ વેડિંગ ગાઉન બની ગયું.

(12:42 pm IST)