Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

નાઇઝીરીયામાં પોલીસ નાગરિકો વચ્ચે સંઘર્ષમાં ૬૯ના મોત થયા

પોલીસની બર્બરતા સામે કેટલાય દિવસથી વિરોધ ચાલતો હતો ત્યારે નવી ઘટના સર્જાતા ભારે અફડાતફડી

લાગોસ, : નાઈજીરિયામાં ભડકેલી હિંસામાં કુલ 69નાં મોત થયાનું પ્રમુખ મુહમ્મદુ બુહારીએ જણાવ્યું હતું. શાંતિપૂર્ણ રીતે દેખાવ કરી રહેલાં લોકો પર પ્રદર્શનકારીઓએ બળપ્રયોગ કર્યો એ પછી હિંસા ફાટી નીકળી હતી. એ હિંસામાં 51 નાગરિકો અને 18 પોલીસ જવાનોના મોત થયા હતા.

નાઈજીરિયામાં પોલીસની બર્બરતાનો કેટલાય દિવસ સુધી શાંતિપૂર્ણ વિરોધ ચાલતો હતો. નાગરિકો મોટી સંખ્યામાં દેખાવોમાં જોડાતા હતા અને પોલીસના નાગરિકો પ્રત્યેના વર્તનનો વિરોધ થઈ રહ્યો હતો. એ દરમિયાન હિંસા ભડકતા કુલ 69નાં મોત થયા હતા.નાઈજીરિયાના પ્રમુખ મુહમ્મદૂ બુહારીએ જાણકારી આપતા કહ્યું હતું કે પોલીસ અને નાગરિકો વચ્ચે ભડકેલી હિંસામાં 51 નાગરિકોનાં મોત થયા છે.

જ્યારે સુરક્ષાદળોના 18 જવાનો પણ મૃત્યુ પામ્યાં છે. પ્રમુખે પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. પ્રમુખે આ ઘટના માટે નાગરિકોને જવાબદાર ઠેરવીને જણાવ્યું હતું કે દિવસો સુધી સુરક્ષાદળોએ સંયમથી કામ લીધું હતું, પરંતુ કેટલાક ઉપદ્રવી તત્વોએ કાયદો તોડયો હતો.

પ્રમુખે કહ્યું હતું કે ઉપદ્રવી તત્વોએ દંગા કરીને 18 પોલીસ જવાનોની હત્યા કરી હતી છે. બધા જ આરોપીઓની ઓળખ કરવાની દિશામાં સુરક્ષાદળો કાર્યવાહી કરી રહ્યા છે.પ્રમુખના નિવેદન પછી સિૃથતિ વધારે તંગ બને તેવી ભીતિ વ્યક્ત થઈ હતી. પ્રમુખે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શનો કરી રહેલાં લોકોને બદલે તેમના પર બળપ્રયોગ કરનારા સુરક્ષાદળોનો પક્ષ લીધો હોવાથી લોકોએ પ્રમુખ સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

વિશ્વભરમાં પ્રમુખના નિવેદનની ટીકા થઈ હતી. એમનેસ્ટી ઈન્ટરનેશનલે પ્રમુખ બુહારીના વલણની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે સૈનિકોએ અને પોલીસે શાંતિથી વિરોધ કરી રહેલાં લોકો પર ફાયરિંગ કરીને હિંસાને ઉત્તેજન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મહિનાની શરૂઆતથી પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે સંઘર્ષ શરૂ થયો હતો. એક નવા નોટિફિકેશનના કારણે પોલીસને કેટલાય અિધકારો મળતા હતા. તેની સામે વિરોધ ઉઠયો હતો. પોલીસ એનો ઉપયોગ લોકોની સતામણીમાં કરતી હોવાનો પ્રદર્શનકારીઓનો આરોપ છે.

(12:42 pm IST)