Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

દિલ્હીમાં ભયાનક ઘટના: બાર વર્ષના બાળક ઉપર ચાર નરાધમોએ ક્રૂર હેવાનિયત ગુજારી: બાળકના જીવન મરણ વચ્ચે ઝોલા

નવી દિલ્હીમા ચાર નરાધમ વ્યક્તિઓએ ૧૨ વર્ષના છોકરા ઉપર બળાત્કાર ગુજારી હેવાનિયતની તમામ હદ વળોટી દીધાના અને તેના પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો રોડ નાખી બાળકને લાઠી વડે ઢોર માર મારવામાં આવ્યો હતો અને મોતના મુખમાં છોડી દેવામાં આવ્યો હતો. 

તેની સ્થિતી અત્યંત ગંભીર છે. દિલ્હી મહિલા આયોગના વડા સ્વાતિ માલીવાલે આ ઘટના અંગે ટ્વિટ કરીને કહ્યું કે, "દિલ્હીમાં છોકરાઓ પણ સુરક્ષિત નથી. મહિલા પેનલે આ ઘટનાની નોંધ લીધી છે અને દિલ્હી પોલીસમાં એફઆઈઆર દાખલ કરી છે." ૧ની ધરપકડ થઈ છે જ્યારે ૩ લાપત્તા છે.

(8:15 pm IST)