Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

માંસાહારી ખોરાક/પ્રોડક્ટની જાહેરાતો પર પ્રતિબંધ મુકવા બોમ્બે હાઈકોર્ટમાં જૈન સંગઠનોની અરજી : આવી જાહેરાતો જોવાથી બાળકોના મન ઉપર વિપરીત અસર પડતી હોવાનો દાવો : આગામી સપ્તાહમાં સુનાવણી થવાની શક્યતા

મુંબઈ : પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં માંસ અને માંસ ઉત્પાદનોની જાહેરાતો પર પ્રતિબંધની માંગણી કરતી જાહેર હિતની અરજી (PIL) બોમ્બે હાઈકોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવી છે.

જૈન સંગઠનો દ્વારા કરાયેલી અરજીમાં જણાવાયા મુજબ બાળકો સહિત તેમના પરિવારોને આવી જાહેરાતો જોવાની ફરજ પડે છે.

અરજદારોએ પ્રતિવાદી તરીકે લિશિયસ, ફ્રેશટોહોમ ફૂડ્સ અને મીટીગો કંપનીઓના નામ દાખલ કર્યા છે.

અરજદારો, કે જેઓ ત્રણ જૈન ધાર્મિક ચેરિટેબલ ટ્રસ્ટ છે અને જૈન ધર્મ પાળતા મુંબઈ નિવાસી છે, તેમણે દાવો કર્યો હતો કે તેમના બાળકો સહિત તેમના પરિવારોને આવી જાહેરાતો જોવાની ફરજ પડે છે. આ બાબત તેમના શાંતિથી જીવવાના અધિકારનું ઉલ્લંઘન કરે છે અને બાળકોના મન સાથે "છેડછાડ" કરે છે, તેવી દલીલ કરી હતી.

અરજીમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય, રાજ્ય, પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા, ફૂડ, સિવિલ સપ્લાઈઝ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન ડિપાર્ટમેન્ટ અને એડવર્ટાઈઝમેન્ટ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા પાસેથી રાહતની માંગ કરવામાં આવી છે.

આ અરજીની સુનાવણી આ સપ્તાહમાં ચીફ જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચ દ્વારા કરવામાં આવે તેવી શક્યતા છે.

(7:40 pm IST)