Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

સોમાલિયામાં આર્મી બેઝ કેમ્પ પર આત્મઘાતી હુમલો :એક સૈનિકનું મોત અન્ય 6 લોકો ઘવાયા

સોમાલિયાની રાજધાની મોગાદીશુ પાસે આવેલા આર્મી બેઝ કેમ્પ પર આત્મઘાતી હુમલો

સોમાલિયાની રાજધાની મોગાદીશુ પાસે આવેલા આર્મી બેઝ કેમ્પ પર રવિવારે થયેલા આત્મઘાતી હુમલામાં 1 સૈનિકનું મોત થયું હોવાની  વિગતો સામે આવી છે. આ બનાવમાં અન્ય 6 લોકો ઘવાયા હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થયા છે. સૈનિક અને હોસ્પિટલના કર્મચારી દ્વારા આ અંગેની જાણકારી આપવામાં  આવી છે.

આર્મી બેઝ કેમ્પના સૈનિક કેપ્ટન – આદેન ઓમરે જણાવ્યું હતું કે આત્મઘાતી કરનાર વ્યક્તિ સૈનિકોના કપડા પહેરી આર્મી બેઝમાં અન્ય સૈનિકોમાં સામેલ થઈ ગયો હતો અને પછી તેણે વિસ્ફોટક વિસ્ફોટ કર્યો હતો. તેમણે કહ્યું કે આ ઘટનામાં આમે એક સૈનિક ગુમાવ્યો છે અને અન્ય 6 ઘાયલ થયા છે. આર્મી બેઝના ચેકપોઈન્ટ પાસે આ ઘટના બની હતી.

મદીના હોસ્પિટલ ખાતે એક નર્સે જણાવ્યું હતું કે તેમના હોસ્પિટલમાં એક મૃત સૈનિક અને અન્ય 6 ઘવાયેલા સૈનિકોને સારવાર માટે  લાવવામાં આવ્યા છે. આ હુમલો કોના દ્વારા કરવામાં આવ્યો છે, એ હજી સ્પષ્ટ નથી પરતું ઈસ્લામિક સમૂહ અલ શબાબ દ્વારા સોમાલિયા અને તેના આસપાસના વિસ્તારોમાં આ પ્રકારના હુમલા કરવા માટે જાણીતું છે.  અલ કાયદા સાથે સંકળાયેલો અલ શબાબ ગ્રુપ સોમાલિયામાં કેન્દ્ર સરકારને ઉથલાવીને પોતે દેશમાં શરિયા કાયદો લાગુ કરવા માંગે છે.

(3:19 pm IST)