Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

Pfizerના CEO આલ્બર્ટ બૌરલા ફરી વાર કોરોના સંક્રમિત:ટ્વિટર પર આપી માહિતી

અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપનીના CEO આલ્બર્ટ બૌરલા બીજી વખત કોરોના સંક્રમિત થયા :અગાઉ ઓગસ્ટમાં પણ તેને કોરોના વળગ્યો હતો

અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપનીના CEO આલ્બર્ટ બૌરલા બીજી વખત કોરોના સંક્રમિત મળી આવ્યા છે. છ અઠવાડિયા પહેલા ઓગસ્ટમાં પણ તેને કોરોનાનો ભોગ બન્યો હતો. આલ્બર્ટે ટ્વિટ કરીને કોરોના સંક્રમણ વિશે માહિતી આપી હતી. તેણે કહ્યું, મારો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, હું ઠીક છું અને સ્વસ્થ થઈ રહ્યો છું. .આલ્બર્ટ બૌરલાએ કહ્યું કે, તેમણે હજુ સુધી કોવિડ-19 રસીનો બૂસ્ટર ડોઝ લીધો નથી, કારણ કે તે તેના છેલ્લા કોરોના ચેપના ત્રણ મહિના પૂરા થવાની રાહ જોઈ રહ્યો છે. તેમણે કહ્યું, અલબત્ત, આપણે કોરોના સામે ઘણી પ્રગતિ કરી છે, પરંતુ વાયરસ હજી પણ આપણી વચ્ચે હાજર છે. 

  સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનની માર્ગદર્શિકા અનુસાર, જે લોકોને તાજેતરમાં કોરોના સંક્રમિત થયા છે તેમણે બૂસ્ટર ડોઝ મેળવવા માટે ઓછામાં ઓછા ત્રણ મહિના રાહ જોવી પડશે. સીડીસીનું કહેવું છે કે ચેપની અસર સંપૂર્ણપણે ખતમ થઈ જાય પછી જ વ્યક્તિને રસી આપવી યોગ્ય છે. વાસ્તવમાં, વ્યક્તિ ચેપમાંથી સાજા થયા પછી, શરીર એન્ટિબોડીઝ બનાવે છે, જે એક રીતે બૂસ્ટર ડોઝની જેમ કામ કરે છે.

(12:32 pm IST)