Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

જો પરિવારના સભ્યો જાતે અથવા ભીડ ભેગી કરીને લાશને રોડ અથવા જાહેર સ્થળે મૂકીને પ્રદર્શન કરશે તો તેને મૃતદેહનું અપમાન ગણીને તેમની સામે કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશેઃ યોગી સરકાર

પરિવારજનોને મૃતદેહ સોંપતી વખતે, લેખિત સંમતિ લેવામાં આવશે કે તેઓ મૃતદેહને પોસ્ટમોર્ટમ હાઉસથી સીધા તેમના ઘરે લઈ જશે અને ધાર્મિક રિવાજો મુજબ અંતિમ સંસ્કાર સ્થળ પર લઈ અંથિમ સંસ્‍કાર કરી દેવાના રહેશે

નવી દિલ્‍હીઃ  યોગી સરકાર બહાર પાડેલ જાહેરનામા મુજબ જો પરિવારના સભ્યો જાતે અથવા ભીડ ભેગી કરીને લાશને રોડ અથવા જાહેર સ્થળે મૂકીને પ્રદર્શન કરશે તો તેને મૃતદેહનું અપમાન ગણીને તેમની સામે કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ પરિવારને મૃતદેહ સોંપતી વખતે, લેખિત સંમતિ લેવામાં આવશે કે તેઓ મૃતદેહને પોસ્ટમોર્ટમ હાઉસથી સીધા તેમના ઘરે લઈ જશે અને ધાર્મિક રિવાજો મુજબ અંતિમ સંસ્કાર સ્થળ પર લઈ જશે

 

ગૃહ વિભાગે મૃતદેહના અંતિમ સંસ્કાર માટે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેર હિતની અરજી પર આપવામાં આવેલા આદેશના પાલનમાં એક SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) તૈયાર કરી છે. આ અંતર્ગત જો પરિવારના સભ્યો જાતે અથવા ભીડ ભેગી કરીને લાશને રોડ અથવા જાહેર સ્થળે મૂકીને પ્રદર્શન કરશે તો તેને મૃતદેહનું અપમાન ગણીને તેમની સામે કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.

હેર કરવામાં આવેલી એસઓપી મુજબ, પોસ્ટમોર્ટમ પછી પરિવારને મૃતદેહ સોંપતી વખતે, લેખિત સંમતિ લેવામાં આવશે કે તેઓ મૃતદેહને પોસ્ટમોર્ટમ હાઉસથી સીધા તેમના ઘરે લઈ જશે અને ધાર્મિક રિવાજો મુજબ અંતિમ સંસ્કાર સ્થળ પર લઈ જશે. આ દરમિયાન, તેઓ કોઈપણ પક્ષ અથવા સંગઠનની મદદથી રસ્તાની વચ્ચે ક્યાંય પણ લાશને નહીં રાખે, ભીડ એકઠી કરશે, જામ કરશે નહીં અથવા વિરોધ કરી શકશે નહીં. આવું કરનાર સામે કડક કાર્યવાહી કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.

હાથરસની ઘટના બાદ એસઓપીમાં રાત્રે મૃતદેહને બાળવાના નિયમો બનાવવામાં આવ્યા છે. જો રાત્રે મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવો હોય તો પહેલા પરિવારની પરવાનગી લેવી પડશે. એટલું જ નહીં સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. એસઓપીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જો પરિવારના સભ્યો કોઈ પણ સંજોગોમાં મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરે તો તે સ્થિતિમાં સૌપ્રથમ તો વહીવટી અધિકારીઓ પરિવારને સમજાવવાનો પ્રયાસ કરશે. તેમ છતાં જો પરિવારજનો સંમત નહીં થાય તો સ્થાનિક લોકોનું જૂથ બનાવીને મૃતદેહના પંચનામા કર્યા બાદ ડીએમની સૂચના મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

(11:48 am IST)