Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બે હિંદુ સગીરાઓનું અપહરણ કરીને બળજબરીથી ઈસ્લામ કબૂલ કરાવી મુસ્લિમો સાથે લગ્ન કરાવ્યા

ત્રણ બાળકો વાળી પરિણીત હિન્દુ મહિલા ગુમ: બાદમાં કથિત રૂપે ઇસ્લામ અંગીકાર કર્યા અને એક મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કર્યા બાદ દેખાઈ

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિંદુ સમુદાયની એક મહિલા અને બે કિશોરીઓનું અપહરણ કરવામાં આવ્યું છે, જેમાંથી બેને બળજબરીથી ઈસ્લામ કબૂલ કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓએ મુસ્લિમ પુરુષો સાથે લગ્ન કર્યા છે. પાકિસ્તાનમાં લઘુમતીઓ વિરુદ્ધ આવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે.

  પોલીસે જણાવ્યું હતું કે 14 વર્ષની મીના મેઘવારનું નાસરપુર વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું અને અન્ય એક હિંદુ કિશોરનું મીરપુરખાસ શહેરમાં બજારમાંથી ઘરે પરત ફરતી વખતે અપહરણ કરવામાં આવ્યું હતું. મીરપુરખાસમાંથી ત્રણ બાળકો સાથે એક પરિણીત હિન્દુ મહિલા ગુમ થઈ ગઈ છે. જો કે, બાદમાં તેણીએ કથિત રૂપે ઇસ્લામ સ્વીકારીને એક મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કર્યા પછી દેખાઈ હતી.

(12:53 am IST)