Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

શિક્ષણમાં પુરુષો અને સ્ત્રીઓને અલગ કરવા તાલિબાનના ફરમાનને દેવબંધના મૌલાના અરશદ મેદનીએ આપ્યો ટેકો

મદનીએ કહ્યું - તાલિબાનનો સત્તા પર કબજો હકારાત્મક વિકાસ છે, કારણ કે ઇસ્લામિક ચળવળે દેશને વિદેશી કબજામાંથી મુક્ત કર્યો

નવી દિલ્હી :  દારુલ ઉલૂમ દેવબંદના પ્રિન્સિપાલ મૌલાના સૈયદ અરશદ મદનીએ કહ્યું કે તેઓ શૈક્ષણિક સંસ્થાઓમાં પુરુષો અને સ્ત્રીઓને સંપૂર્ણ રીતે અલગ કરવાની તાલિબાનની વિચારધારાને સમર્થન આપે છે,એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મદની કહે છે કે તેમનું માનવું છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનનો સત્તા પર કબજો હકારાત્મક વિકાસ છે, કારણ કે ઇસ્લામિક ચળવળે દેશને વિદેશી કબજામાંથી મુક્ત કર્યો છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મદની કહે છે કે તે પુરુષો અને સ્ત્રીઓને અલગ કરવાના તાલિબાનના પ્રયાસોને ટેકો આપે છે. મદનીએ કહ્યું, ‘તેઓ લોકોને હિજાબની ઇસ્લામિક જરૂરિયાતનું પાલન કરવાની જરૂર છે.

મદનીએ બુરખા માટેના અરબી શબ્દનો ઉલ્લેખ કરતી વખતે આ કહ્યું હતું, જે ઇસ્લામિક ખ્યાલને પ્રતિબિંબિત કરે છે કે વિપરીત લિંગના સભ્યો જો એકબીજા સાથે સંબંધિત ન હોય તો તેમને સાથે લાવવા જોઇએ નહીં. અલ્લાહે મહિલાઓની રચના પુરૂષથી અલગ બનાવી છે. પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ શૈક્ષણિક કેન્દ્રોની હિમાયત કરતા, મદની ભારતનું ઉદાહરણ પણ આપે છે, જ્યાં સેંકડો યુનિવર્સિટીઓ અને કોલેજો માત્ર મહિલાઓને શિક્ષણ પૂરું પાડે છે.

મદનીએ સવાલ પૂછ્યો, ‘જો આ આપણા દેશમાં થઈ શકે છે, તો એમાં શું ખોટું છે કે અફઘાન સરકાર પણ આવું કરવા માંગે છે?’ તેમણે ઉમેર્યું, ‘જો અફઘાન સરકાર અમલમાં મૂકી શકે (અલગ શિક્ષણ) જો એમ હોય તો તેનો અર્થ કે છોકરીઓ માટે શિક્ષણનો દરવાજો ખોલવામાં આવ્યો છે.

(10:59 pm IST)