Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

સોરેન સરકારને ઊથલાવવા પ્રયાસો બદલ ૩ની ધરપકડ

ઝારખંડમાં સરકાર ગબડાવવા મામલે અણધાર્યો વળાંક : એક વ્યક્તિ અમિતસિંહ મજૂર હોવાનું, બીજો નિવારણ પ્રસાદ શાકભાજીનો ધંધો કરતો હોવાનુ બહાર આવ્યું

રાંચી, તા.૨૫ : ઝારખંડમાં હેમંત સોરેનની સરકાર ગબડાવવાના આરોપ લાગી રહ્યા છે અને મામલામાં હવે અણધાર્યો વળાંક આવ્યો છે.

પોલીસે રાંચીની એક હોટલમાંથી સરકાર ઉથલાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા હોવાનો આરોપ લગાવીને ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. જોકે પૈકીનો એક વ્યક્તિ અમિત સિંહ મજૂર હોવાનુ અને બીજો નિવારણ પ્રસાદ શાકભાજી વેચવાનો ધંધો કરતો હોવાનુ બહાર આવ્યુ છે. જ્યારે ત્રીજી વ્યક્તિ અભિષેક દુબે એન્જિનયરિંગ પાસ આઉટ છે. મહતો ૨૦૧૯માં હમ પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડ્યો હતો.

નિવારણ પ્રસાદ મહતોના પરિવારજનોનુ કહેવુ છે કે, નિવારણ પ્રસાદ અને અમિત સિંહને બોકારોથી રાંચી લવાયા હતા અને અભિષેકને કોઈએ ફોન કરીને હોટલમાં બોલાવ્યો હતો. પોલીસે દરોડો પાડીને તેમની પાસેથી મોબાઈલ અને બે લાખ રૂપિયા જપ્ત કર્યા છે.

જોકે પોલીસનો દાવો છે કે, ત્રણે આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કર્યો છે.

પોલીસે એક ધારાસભ્યની ફરિયાદના આધારે કાર્યવાહી કરી હતી.ધારાસભ્યનો આરોપ છે કે, રાજયમાં ગઠબંધનની સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. મારૂ કહેવુ છે કે, શું શાકભાજી વેચનાર ફાઈવ સ્ટાર હોલટલમાં રહી શકે? તેમના મોબાઈલમાં નેતાઓના ફોન નંબર કેવી રીતે આવ્યા

મામલામાં ભાજપ પર આરોપ લગાવાયા છે. કોંગ્રેસનુ કહેવુ છે કે, ભાજપ સરકાર ઉથલાવવાનો પ્રયાસ કરી રહી છે. પકડાયેલા આરોપીઓ હવાલાનો વેપાર કરે છે.

(7:39 pm IST)