Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

પ્રણતિ ઓલિ.ની જિમનેસ્ટીક ફાયનલમાં પ્રવેશી શકી નહીં

ભારતીય ખેલાડીઓનું નિરાશાજનક પ્રદર્શન : બંગાળની રહેવાસી નાયકે ફ્લોર એક્સરસાઈઝ, વોલ્ટ, અનઈવન બાર, બેલેન્સ બીમમાં ૪૨.૫૬૫નો સ્કોર કર્યો

ટોક્યો, તા.૨૫ : ટોકિયો ઓલિમ્પિકમાં ભારતની એકમાત્ર જિમનાસ્ટ પ્લેયર પ્રણતિ નાયક કલાત્મક જિમ્નાસ્ટિક ઈવેન્ટની ફાઈનલમાં જગ્યા મેળવી શકી નથી.

૨૬ વર્ષીય ખેલાડી અને પશ્ચિમ બંગાળની રહેવાસી નાયકે ફ્લોર એક્સરસાઈઝ, વોલ્ટ, અનઈવન બાર તેમજ બેલેન્સ બીમમાં કુલ ૪૨.૫૬૫નો સ્કોર કર્યો હતો. તે બીજા સબ ડિવિઝન બાદ ૨૯માં ક્રમે રહી હતી.

નિયમ પ્રમાણે ટોચના ૨૪ પ્લેયર ફાઈનલમાં સ્થાન મેળવતા હોય છે. ઈવેન્ટની ફાઈનલ ૨૯ જુલાઈએ થશે. દરેક વર્ગના ટોચના આઠ પ્લેયર ફાઈનલમાં રમશે અને તે એક થી ઓગસ્ટ સુધી ચાલશે.

જોકે પ્રણિતી નાયક માટે કમનીસબ વાત છે કે, તેને ઓલિમ્પિકની તૈયારી માટે સમય નહોતો મળ્યો. કારણકે ચીનમાં ૨૯ મેથી એક જૂન સુધી ચાલનારી એશિયન ચેમ્પિયનશીપમાં તે ભાગ લેવાની હતી પણ સ્પર્ધા રદ થઈ હતી અને તેને ક્વોટાના આધારે ઓલિમ્પિકમાં એન્ટ્રી મળી હતી.

૨૦૧૯માં પ્રણિતી નાયકને એશિયાઈ આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક ચેમ્પિયનશિપની વોલ્ટ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

(7:35 pm IST)