Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

ટોક્યો ઓલિમ્પિક્સ ૨૦૨૧, ભારતના ડાર્ક હોર્સ મેરી કોમની મેડલ જીતવા માટે આગેકૂચ: છેલ્લા ૧૬માં પ્રવેશ: મણીકા બત્રાની સિંગલ્સ ટેબલ ટેનિસમાં આગેકૂચ

ટોક્યો ઓલિમ્પિક્સના આજે ત્રીજા દિવસે ભારતીય મહિલા રમતવીરો ચમકતી રહી હતી,  છ વખતની વર્લ્ડ ચેમ્પિયન એમ સી મેરી કોમે તેની હરીફ મિગુલિના હર્નાન્ડેઝ ગાર્સિયાને વિમેન્સ ફ્લાયવેટ (૫૧ કિગ્રા) ને પરાજય આપી છેલ્લા ૧૬ રમતવીરોમાં પ્રવેશ કર્યો છે અને ભારતની મણીકા બત્રાએ સિંગલ્સ ટેબલ ટેનિસમાં તેના હરીફ માર્ગારીતા પેસ્ટોક્સા સામે વાપસી કરીને જીત હવે પછીના રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો  છે.

આ અગાઉ બેડમિંટન સ્ટાર  પીવી સિંધુએ આજે ​​ટોક્યો ઓલિમ્પિક્સ ૨૦૨૧ માં મહિલા સિંગલ્સની બેડમિંટન મેચ જીતી લીધી હતી,  ભારતીય શૂટર્સ બીજા દિવસે નબળા દેખાવ બાદ નિરાશ થયા હતા. સિંધુએ ઇઝરાઇલની ક્સેનીયા પોલિકાર્પોવાને સીધા સેટમાં હરાવી હતી અને મેચ  ૩૭ મિનિટમાં જીતી લીધો હતો.

મનુ ભાકર અને યશસ્વિની દેસ્વાલ લાયકાત રાઉન્ડમાં અનુક્રમે 1₹૧૨ અને ૧૩મા ક્રમે આવ્યા પછી મહિલાઓની ૧૦ મી એર પિસ્તોલ ફાઇનલમાં પ્રવેશ કરવામાં નિષ્ફળ ગયા.

 ભારતની ૧૦ મીટર એર રાઇફલ સ્પર્ધાઓનો દુ:ખદ અંત આવ્યો. પુરુષોમાં દીપક કુમાર ૬૨૪.૭ ના સ્કોર સાથે ૨૬ મા સ્થાને આવ્યા હતા, જ્યારે દિવ્યાંશ પનવર ટોક્યો  ઓલિમ્પિક્સના બીજા દિવસે ૬૨૨.૮ ના સ્કોર સાથે ૩૨ મા સ્થાને આવ્યા હતા. અને ફેંકાય ગયેલ.

(3:12 pm IST)