Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

પંડિત દીનદયાલ અને ગયા રેલખંડની વચ્ચે પુસૌલી રેલવે સ્ટેશનથી એક કિલોમીટર મોટી રેલ દુર્ઘટના ટળી

અપલાઈન સિગ્નલ ગ્રીન થઈ ગયું : ખેડૂત પ્રેમચંદ રામ અને રામ પ્રવેશે પોતાની પાસે રહેલા લાલ ખેસને લઈને ડ્રાઈવરને ટ્રેન રોકવાનો ઈશારો કરતા ડ્રાઈવરે મામલાની ગંભીરતાને સમજીને ઈમરજન્સી બ્રેક લગાવી જેનાથી દુર્ઘટના ટળી

પટણા : પંડિત દીનદયાલ અને ગયા રેલખંડની વચ્ચે પુસૌલી રેલવે સ્ટેશનથી એક કિલોમીટર પશ્ચિમ કુદરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઘટાંવ ગામના બે ખેડૂતો પોતાના ખેતર તરફ અપલાઈનમાં રેલવે ટ્રેકના કિનારે કિનારે જઈ રહ્યા હતા. ત્યારે તેમની નજર પાટા પર પડી તો પુસૌલી સ્ટેશન માસ્ટરને આની સૂચના આપે ક્યાં સુધીમાં અપલાઈન સિગ્નલ ગ્રીન થઈ ગયું અને થોડી જ મિનિટમાં અપલાઈનથી 2496 નંબરની હાવડા બિકાનેર એક્સપ્રેસ આવતી જોવા મળી. જે બાદ ખેડૂત પ્રેમચંદ રામ અને રામ પ્રવેશે પોતાની પાસે રહેલા લાલ ખેસને લઈને ડ્રાઈવરને ટ્રેન રોકવાનો ઈશારો કરવા લાગ્યા. ડ્રાઈવરે મામલાની ગંભીરતાને સમજીને ઈમરજન્સી બ્રેક લગાવી જેનાથી દુર્ઘટના ટળી હતી.

સ્ટેશન માસ્ટરે ગ્રામીણની તત્પરતાને જોઈને તેમને સન્માનિત કર્યા અને કહ્યું કે આમના કારણે મોટી દુર્ઘટના ટળી છે. પુસૌલી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટરે જણાવ્યું કે હાવડા - બીકાનેર ટ્રેનને દુર્ઘટનાનો શિકાર બનતા બચાવ્યા બાદ બીજી લાઈનથી 45 મિનિટ બાદ રવાના કરવામાં આવી. પાટાનું સમારકામ શરુ કરી દેવામાં આવ્યું છે જે બહું જલ્દી બરાબાર થઈ જશે. સ્થળ પર હાજર કર્મચારીઓએ જણાવ્યું કે પાટાને વ્યવસ્થિત કરી દેવામાં આવ્યા છે. તેમજ ટ્રેનનુ આવન જાવન સામાન્ય રીતે ચાલુ કરી દેવામાં આવ્યું છે. પરંતુ એકથી બે દિવસની અંદર પાટા બદલી દેવામાં આવશે, જેથી આગ કોઈ સમસ્યા ન આવે.

(12:44 pm IST)