Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

' મન કી બાત ' : ટોક્યો ઓલમ્પિકમાં ભારતીય ખેલાડીઓને હાથમાં ત્રિરંગો લઇ ચાલતા જોઈને માત્ર હું જ નહીં સમગ્ર દેશ રોમાંચિત થઇ ગયો : નેશન ફર્સ્ટ, ઓલવાઈઝ ફર્સ્ટ સૂત્ર સાથે આપણે આગળ વધવાનું છે

રાજકોટમાં ફ્રેન્ચ ટેક્નોલોજીથી બની રહેલા ઘરો અનેક કુદરતી આપત્તિઓ સામે રક્ષણ આપનારા છે : આજરોજ 11 વાગ્યે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ' મન કી બાત ' ના 79 માં એપિસોડમાં કરેલા ઉદ્દબોધનના અંશો

ન્યુદિલ્હી :  આજરોજ 11 વાગ્યે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ' મન કી બાત ' ના 79 માં એપિસોડમાં ઉદબોધન કરતા જણાવ્યું હતું કે ટોક્યો ઓલમ્પિકમાં ભારતીય ખેલાડીઓને હાથમાં ત્રિરંગો લઇ ચાલતા જોઈને માત્ર હું જ નહીં સમગ્ર દેશ રોમાંચિત  થઇ ગયો હતો. નેશન ફર્સ્ટ ,ઓલવાઈઝ ફર્સ્ટ સૂત્ર સાથે આપણે આગળ વધવાનું છે .  રાજકોટમાં ફ્રેન્ચ ટેક્નોલોજીથી બની રહેલા ઘરો અનેક કુદરતી આપત્તિઓ સામે રક્ષણ આપનારા છે .

તેમણે ઉમેર્યું હતું કે જન સેવા તથા દેશ સેવા માટે ' માય હેન્ડલુમ માય પ્રાઇડ '  સંકલ્પ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં બની રહેલી ખાદી ખરીદવી જોઈએ. 2014 ની સાલથી મન કી બાત માં ખાદી ખરીદવાનો અનુરોધ થઇ રહ્યો હોવાથી ખાદીના વેચાણમાં અનેક ગણો વધારો થયો છે.15 ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સમગ્ર દેશ દ્વારા સામુહિક રાષ્ટ્ર ગાન થાય તે માટે ' રાષ્ટ્રગાન ડોટ ઈન વેબસાઈટ બનાવાઈ છે .દેશમાં ઉજવાઈ રહેલા અમૃત મહોત્સવ દરમિયાન 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ ઉજવાશે તેમ જણાવ્યું હતું.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:16 pm IST)