Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

વિશ્વના છ દેશોમાં કોરોના સતત કેર વર્તાવી રહ્યો છે: લગભગ ૨ લાખ નવા કેસ નોંધાયા

નવી દિલ્હી :  કોરોના વિશ્વનો પીછો છોડવાનું નામ લેતો નથી. છેલ્લા ૨૪ કલાકમાં છ દેશ એવા છે કે જ્યાં કોરોનાના કેસો ઓછા થવા છતાં સતત કાળો કેર વર્તાવી રહેલ છે. તેમાં આજે સૌથી વધુ ભારતમાં ૩૯,૭૪૨ નવા કેસ નોંધાયા છે, (નવા મૃત્યુ ૫૩૫ અને ૨૪ કલાકમાં સાજા થયા ૩૯૯૭૨),  બ્રાઝિલમાં ૩૮,૦૯૧ કેસ,  અમેરિકામાં ૩૬,૭૩૬ નવા કેસ (૩૩૬૪૫ હોસ્પિટલમાં, ૮૪૧૦ આઇસીયુમાં,૧૫૪ નવા મૃત્યુ), યુનાઇટેડ કિંગડમ માં ૩૧,૭૯૫ નવા કોરોના કેસ, ફ્રાન્સમાં ૨૫,૬૨૪ નવા કેસ અને રશિયામાં ૨૩,૯૪૭ નવા કોરોના કેસ નોંધાયા છે. આ ઉપરાંત આજ સવાર સુધીમાં  ઇટાલીમાં ૫૧૪૦, જાપાનમાં ૪૨૧૭, શ્રીલંકામાં ૧૭૩૭, દક્ષિણ કોરિયામાં ૧૬૨૯, જર્મનીમાં ૧૫૮૦, યુનાઇટેડ આરબ અમીરાત દુબઈમાં ૧૫૦૭, બેલ્જિયમમાં ૧૩૦૪, કેનેડા ૨૮૫, ઓસ્ટ્રેલિયા થોડા વધીને ૧૭૭, ચીનમાં રાબેતા મુજબ ૩૫ અને હોંગકોંગમાં બે નવા કોરોના કેસ નોંધાયા છે.

(11:21 am IST)