Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ખબરદાર જો શિવસેના કે બાળાસાહેબનું નામ નવા પક્ષ માટે વાપર્યું છે તો, અમે કાનૂની પગલાં લેશું: બળવાખોરો સામે આકરા પગલાં લેશું

શિવસેનાના સંજય રાઉત આકરા પાણીએ: બળવાખોરોને સ્પષ્ટ ચેતવણી આપી: ચૂંટણી પંચ સુધી ઉગ્ર રજૂઆત

મુંબઈ : મહારાષ્ટ્રમાં બળવાખોર એકનાથ શિંદે જૂથ ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળની એમવીએ સરકારને સમર્થન પાછું ખેંચવા માટે રાજ્યપાલને પત્ર મોકલશે.

દરમિયાન શિવસેના / ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચ સમક્ષ પહોંચ્યું છે, અને બળવાખોર શિંદે જૂથને તેમના પ્રસ્તાવિત નવા પક્ષ માટે 'શિવસેના અથવા બાળાસાહેબ' નામનો ઉપયોગ કરવા દેવા સામે સખત વાંધો ઉઠાવ્યો છે. તેમણ પંચને બળવાખોર જૂથને  જાણ કરવા કહ્યું છે કે “જો આવી કોઈ હિલચાલ શિવસેનાના કોઈપણ પક્ષપલટો કરનારાઓ દ્વારા કરવામાં આવશે તો અને કાનૂની પગલાં લેશું.
પક્ષ સાથે વિશ્વાસઘાત કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.  સીએમ ઠાકરેને જેઓ છોડી ગયા તેમની સામે કાર્યવાહી કરવાની એમને સત્તા છે તેમ શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું છે
જે લોકોએ બાળાસાહેબ ઠાકરેના નામનો તેમના સ્વકેન્દ્રિત રાજકારણ માટે ઉપયોગ કર્યો છે તેમની સામે અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. જેઓ પક્ષ છોડી ગયા છે તેઓ અમારા પિતૃપક્ષના નામનો ઉપયોગ કરી શકતા નથી તેમ પણ શિવસેનાના નેતા સાંસદ સંજય રાઉતે કહ્યું છે

(9:32 pm IST)