Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

દુર્લભ પ્રજાતિના લાલ માથાવાળા ૯ રાજ ગીધો યુપીમાં જોવા મળ્‍યા

લખનૌ તા. રપઃ દેશભરમાં ગીધોની સંખ્‍યા ખુબજ ઘટી રહી છે. છેલ્લા ત્રણ દાયકામાં દેશમાં ગીધોની સંખ્‍યા ૪ કરોડથી ઘટીને ૪ લાખ રહી ગઇ છે. તેમાં પણ દુર્લભ પ્રજાતિના લાલ માથાવાળા રાજ ગીધ તો આંગળીના વેઢે ગણાય તેટલા જ રહ્યા છે.

જો કે એક શોધ દ્વારા ખુશખબર આવી છે કે યુપી અને મધ્‍ય પ્રદેશના ૮ જીલ્લાઓમાં ૧૭૪ લાલ ગીધોનાં ઠેકાણા મળ્‍યા છે. જેમાં પાંચ વર્ષથી ઉપરની ઉંમરના ૧૩ર અને સવા વર્ષ સુધીના ૪ર લાલ ગીધના બચ્‍ચાઓ સામેલ છે. આ સર્વે ૩ વર્ષ સુધી કરવામાં આવ્‍યો હતો.

શોધકર્તા વિદ્યાર્થી અંકિત સિન્‍હાએ જણાવેલ કે, ર૦૧૮ થી ડેટા ભેગા કરવાની શરૂઆત કરેલ. ૧૩ જીલ્લાઓનું ચયન કરાયેલ જેમાંથી ૮માં રાજ ગીધ જોવા મળેલ. તે પોતાનો માળો ૩૦૦ મીટર કે તેથી ઉંચાઇવાળા જગ્‍યાએ બનાવેછ ે. એક રાજ ગીધના માળામાંથી બીજા રાજ ગીધના માળા વચ્‍ચે ૧ કી.મી.નું અંતર હોય છે. તે અન્‍ય ગીધથી અલગ એકલા અથવા માદા સાથે રહે છે. કોઇપણ જાનવરનું શબ સૌ પ્રથમ રાજ ગીધ જ ખોલે છે અને ખાય છે. લાલ માથુ અને કાળી પાંખવાળા નર રાજ ગીધની આંખો સફેદ અથવા આછી પીળી હોય છે, જયારે માદાની આંખો ભુરા રંગની હોય છે

(4:17 pm IST)