Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ઉધ્ધવ રાજીનામુ નહીં આપે : શકિત પરીક્ષણનો કરશે સામનો

શરદ પવારની સાથે બેઠકમાં ઘડાય રણનીતિઙ્ગ

મુંબઇ તા. ૨૫ : શિવસેનાના નેતા એકનાથ શિંદેના બળવાના કારણે મુશ્કેલીમાં ફસાયેલી મહારાષ્ટ્ર સરકારને બચાવવા માટે દિગ્ગજોએ પૂરી તાકાત લગાવી દીધી છે. મુખ્ય પ્રધાન ઉદ્ઘવ ઠાકરે રાજીનામું નહીં આપે પરંતુ એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં બળવાને કારણે ઊભી થયેલી રાજકીય કટોકટીને કારણે વિધાનસભામાં ફલોર ટેસ્ટનો સામનો કરવો પડશે. 'માતોશ્રી' ખાતે ઉદ્ઘવ અને એનસીપી વડા શરદ પવાર વચ્ચેની બેઠકમાં વ્યૂહરચના પર સહમતિ બની હતી.

શિવસેનાના સાંસદ સંજય રાઉતની હાજરીમાં માતોશ્રી ખાતે સરકારને બચાવવાના ઉપાયો પર ચર્ચા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્ય પ્રધાન અને મહા વિકાસ અઘાડીના વરિષ્ઠ નેતાઓ આ તકનો ઉપયોગ બળવાખોર નેતાઓ અને તેમના સમર્થકો પર હુમલો કરીને વિધાનસભાના નીચલા ગૃહમાં તેમની બહુમતી સાબિત કરવા માટે કરશે. જયારે પણ આવું થશે, તેનું ટેલિવિઝન પર જીવંત પ્રસારણ થશે, જેથી બંને પક્ષોને એકબીજા પર હુમલો કરવા માટે ઘણો સમય મળશે.

જો સરકારને ગૃહમાં બહુમતી મળશે, તો પ્સ્ખ્ પહેલા કરતાં વધુ મજબૂત બનશે અને ઉદ્ઘવ ઠાકરે તેના હીરો બનશે. સૂત્રોનું કહેવું છે કે ૨૦૧૯માં ભાજપને સત્તાથી દૂર રાખવા માટે એમવીએની રચનામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર શરદ પવારે ઉદ્ઘવ ઠાકરેને સહેલાઈથી હાર ન માનવા માટે સમજાવ્યા છે.

એવું અનુમાન લગાવવું મુશ્કેલ નથી કે ગૃહમાં પ્સ્ખ્નું મુખ્ય લક્ષ્ય ભાજપ હશે. સમાધાનના પ્રયાસો નિષ્ફળ ગયા બાદ બળવાખોર ધારાસભ્યો પર ઉદ્ઘવ ઠાકરે અને તેમના સહયોગીઓ દ્વારા શાબ્દિક હુમલામાં વધારો થયો છે. બીજી તરફ, ભાજપે નક્કી કર્યું છે કે તે મુખ્યત્વે શિવસેનામાં રહેલા અસંતોષ અને પ્સ્ખ્ ઘટકોમાંના અવિશ્વાસને શસ્ત્ર બનાવશે જેના કારણે આ બળવો થયો છે.

(12:08 pm IST)