Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકર ૧૬ બાગી નેતાઓને મોકલશે ગેરલાયકની નોટીસ

બળવાખોરોએ તેના માટે મુંબઈ હાજર રહેવું પડશેઙ્ગ

મુંબઇ તા. ૨૫ : મહારાષ્ટ્રનું રાજકીય સંકટ અટકવાનું નામ નથી લઈ રહ્યું. બળવાખોર ધારાસભ્યોના એકનાથ શિંદે જૂથ અને સીએમ ઉદ્ઘવ ઠાકરે વચ્ચે સમાધાનની તમામ આશાઓ સમાપ્ત થઈ રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકર ગેરલાયક ઠેરવવાના કેસમાં બળવાખોર જૂથના ૧૬ ધારાસભ્યોને નોટિસ મોકલી શકે છે. આ ધારાસભ્યોએ મુંબઈ આવવું પડશે.

સૂત્રોએ એમ પણ જણાવ્યું કે ગેરલાયકાતના કેસમાં સોમવારે સુનાવણી થઈ શકે છે અને આ માટે બળવાખોરોએ મુંબઈમાં હાજર રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના રાજકીય ઉથલપાથલમાં બળવાખોર એકનાથ શિંદે જૂથની સ્થિતિ વધુ મજબૂત થઈ રહી છે. શિવસેનાના અન્ય એક ધારાસભ્ય ગુવાહાટી પહોંચીને એકનાથ શિંદેની આગેવાની હેઠળના બળવાખોર જૂથમાં જોડાવાના સમાચાર છે.

સીએમ ઉદ્ઘવ ઠાકરેએ પાર્ટીના જિલ્લા પ્રમુખોની બેઠકમાં ભાવુક સંબોધન કર્યું હતું. શિવસેનામાં ગરબડ વચ્ચે તેમણે કહ્યું કે તમે ઝાડના ફૂલ, ફળ અને ડાળીઓ લઈ શકો છો પણ મૂળ તોડી શકતા નથી. ઠાકરેએ કહ્યું કે બળવાખોર ધારાસભ્યો શિવસેનાને તોડવા માંગે છે. તેમણે કહ્યું, 'જેઓએ કહ્યું હતું કે તેઓ મરી જશે તો પણ શિવસેના નહીં છોડે, તેઓ આજે ભાગી ગયા.' ઉદ્ઘવ ઠાકરેએ કહ્યું હતું કે, જે લોકો ચાલ્યા ગયા તેમના માટે મને કેમ ખરાબ લાગે, હું કોઈ સત્નાટ્ય નથી કરી રહ્યો.

મહારાષ્ટ્રમાં આ રાજકીય ઘટનાક્રમ વચ્ચે, એનસીપીના વડા શરદ પવાર, અજિત પવાર અને અન્ય એનસીપી નેતાઓ સીએમ ઉદ્ઘવ ઠાકરેને મળવા માટે સીએમ ઉદ્ઘવ ઠાકરેના ઘરે પહોંચ્યા હતા. એનસીપી વડા અને સીએમ ઠાકરે વચ્ચે લાંબી મુલાકાત થઈ હતી.

(3:31 pm IST)