Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

બે દિ'માં ચોમાસુ આગળ વધશેઃ દિલ્‍હી સહિત ઉત્તર ભારતમાં મુશળધાર વરસશે

નવી દિલ્‍હીઃ છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસાની ગતિવિધી રોકાયેલી હતી અને ઉત્તર પヘમિ તથા મધ્‍ય ભારતમાં હવામાન શુષ્‍ક બનેલું હતું. દરમિયાન સ્‍કાયમેટના વર્તારા મુજબ ૨૭ જુનથી દિલ્‍હી સહિત ઉત્તર ભારતમાં વરસાદ શરૂ થઈ જશે અને ૨૮ જૂનથી મુશળધાર વરસાદ સાથે ચોમાસુ આગળ વધશે. તામિલનાડુ, કેરળ અને રાયલીસીમામાં હવામાન શુષ્‍ક રહેશે. તેલંગાણા, આંધ્રમાં હળવો વરસાદ અને મહારાષ્‍ટ્ર તથા કર્ણાટકના કાંઠાના વિસ્‍તારોમાં ભારે વરસાદની શકયતા છે.

 

(12:26 pm IST)