Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

મુલાયમ સિંહ યાદવની તબિયત ફરી બગડી : ગુરુગ્રામના મેદાંતામાં દાખલ

રૂટિન ચેકઅપ બાદ તેમને યુરિન ઈન્ફેક્શનના કારણે ગુરુગ્રામના મેદાંતામાં દાખલ કરાયા

સમાજવાદી પાર્ટીના સંરક્ષક અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની તબિયત ફરી બગડી છે. રૂટિન ચેકઅપ બાદ તેમને યુરિન ઈન્ફેક્શનના કારણે ગુરુગ્રામના મેદાંતામાં દાખલ કરવામાં આવ્યા છે. મુલાયમ સિંહ યાદવને બુધવારે સારવાર માટે મેદાંતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ડૉ.નીતિન સૂદની દેખરેખ હેઠળ તેમની સારવાર કરવામાં આવી હતી.

હોસ્પિટલમાં બ્લડપ્રેશર, સુગર, સીબીસી સહિતના કેટલાક નિયમિત ચેક-અપ કરવામાં આવ્યા હતા. લગભગ 24 કલાક ડોક્ટરોની દેખરેખમાં રહ્યા બાદ મુલાયમને ગુરુવારે બપોરે રજા આપવામાં આવી હતી. સ્થિતિ સામાન્ય થયા બાદ ગુરુવારે બપોરે 2 વાગે મુલાયમ સિંહ યાદવ હોસ્પિટલથી નીકળી ગયા હતા

એવું કહેવામાં આવી રહ્યું છે કે મુલાયમને પ્રોસ્ટેટ સંબંધિત સમસ્યા છે, જેના માટે તેમને નિયમિતપણે મેદાંતા આવવું પડે છે. અગાઉ 15મી જૂને પણ મુલાયમ સિંહ યાદવને નિયમિત તપાસ માટે મેદાંતા લાવવામાં આવ્યા હતા.

(12:50 am IST)