Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

વીમા કંપનીએ એવા પુરાવા ન માંગવા જોઈએ જે દાવેદારના નિયંત્રણની બહાર હોય : ચોરાયેલા વાહનની નોંધણીની ડુપ્લિકેટ પ્રમાણિત નકલ રજૂ નહીં કરી શકવાના કારણે વીમા કંપનીએ કલેઇમ ચૂકવવાનો ઇન્કાર કર્યો : 7% વ્યાજ સાથે રૂ.12 લાખનો કલેઇમ ચૂકવવા વીમા કંપનીને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ : કોર્ટ ખર્ચ પેટે રૂ. 25 હજાર મંજૂર કર્યા

ન્યુદિલ્હી : ડુપ્લિકેટ પ્રમાણિત નકલ, ચોરાયેલા વાહનની નોંધણી પ્રમાણપત્ર સબમિટ ન કરવાને કારણે વીમા કંપનીએ વીમા દાવાની પતાવટ કરવાનો ઇનકાર કર્યો હોય તેવા કિસ્સાઓમાં, ન્યાયમૂર્તિ એમ.આર. શાહ અને બી.વી. નાગરથનાની સુપ્રીમ કોર્ટની બેન્ચે ચુકાદો આપ્યો હતો કે દાવાઓની પતાવટ કરતી વખતે વીમા કંપનીઓએ  ખૂબ ટેકનિકલ હોય અથવા એવા દસ્તાવેજો  કે જે વીમાધારક રજૂ કરવાની સ્થિતિમાં ન હોય તેનો આગ્રહ રાખવો જોઈએ નહીં.

આ કિસ્સામાં, એક ટ્રકની ચોરી થઈ હતી અને તે જ દિવસે FIR નોંધવામાં આવી હતી અને તે જ દિવસે વીમા કંપનીને પણ જાણ કરવામાં આવી હતી.

જો કે, વીમા કંપનીએ દાવાની પતાવટ કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે નોંધણી પ્રમાણપત્રની પ્રમાણિત નકલ સબમિટ કરવામાં આવી ન હતી.

જ્યારે મામલો સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો ત્યારે તેણે નોંધ્યું હતું કે અરજદારે નોંધણીના પ્રમાણપત્રની ફોટોકોપીઓ સબમિટ કરી હોવા છતાં આવા કિસ્સામાં અસલ પર આગ્રહ રાખવો ગેરવાજબી હતો અને અપીલકર્તાને ખોટી રીતે દાવો નકારવામાં આવ્યો હતો.

તદનુસાર, કોર્ટે વીમા કંપનીને 7% વ્યાજ સાથે રૂ. 12 લાખ રૂપિયા ચૂકવવાનો  નિર્દેશ આપ્યો હતો અને અરજદારને મુકદ્દમા ખર્ચ તરીકે રૂ. 25 હજાર મંજૂર કર્યા હતા.તેવું એલ.ટી.દ્વારા જાણવા મળે છે.

 

(8:03 pm IST)