Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

જાતિ આધારિત વસ્તી ગણતરી પર આજે ભારત બંધનું એલાન : મોંઘવારી પર લેફ્ટ પાર્ટીઓએ મોર્ચો ખોલ્યો

ભારત બંધને લઈને સોશિયલ મીડિયા પર પણ અભિયાન: અનેકવિધ માંગણી

નવી દિલ્હી :  ઓલ ઈંડિયા બૈકવર્ડ એન્ડ માઈનોરિટી કમ્યુનિટીઝ એમ્પલોઈઝ ફેડરેશને આજે એટલે કે, 25મેના રોજ ભારત બંધનું એલાન કર્યું છે. કેન્દ્ર સરકાર તરફથી અન્ય પછાત વર્ગની જાતિઓની જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની ના પાડવા પર ભારત બંધનું એલાન કર્યું છે. બામસેફે બહુજન મુક્તિ પાર્ટીનું પણ સમર્થન મળ્યું છે. તો વળી લેફ્ટ પાર્ટીઓએ મોંઘવારીના વિરોધમાં દેશભરમાં પ્રોટેસ્ટનું આહ્વાન કર્યું છે.

ભારત બંધને લઈને સોશિયલ મીડિયા પર પણ અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. તેને સફળ બનાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે. સંગઠન તરફથી જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવા, ખેડૂતોને MSPની ગેરેન્ટી આપવા, લોકોને રસી લગાવવા માટે મજબૂર ન કરવા, NRC/CAA/NPR ની કવાયત રોકવા જેવી માગ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ચૂંટણીમાં ઈવીએમના ઉપયોગ પર રોક લગાવાની પણ માગ કરી રહ્યા છે. 

કહેવાય છે કે, ભારત બંધની અસર દિલ્હીના જોઈએ તેવી જોવા મળી નથી,. પણ યુપી અને બિહાર જેવા રાજ્યોમાં મોટા પાયે અસર થઈ શકે છે. બિહારમાં તેની અસરના કારણે આ મુદ્દા ખૂબ છવાયેલા છે. વિપક્ષના નેતા તેજસ્વી જાતિ આધારિત વસ્તી ગણતરીની માગ લાંબા સમયથી કરી રહ્યા છે. 

 

આ બાજૂ ભારત બંધને લઈને રાજકીય પાર્ટીઓએ પણ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ પ્રવક્તા સુરેન્દ્ર રાજપૂતે કહ્યું કે, ભાજપ સરકાર દલિતો, પછાતને કરેલા વચનોમાં ફગી ગઈ છે. ભાજપે સંસદ અને ચૂંટણી ઢંઢેરામાં પછાત જાતિની વસ્તી ગણતરી કરવાની વાત કહી હતી. સુરેન્દ્ર રાજપૂતે કહ્યું કે, બામસેફ જો આ માગને લઈને તથા અન્ય સંવૈધાનિક માગને લઈને ભારત બંધનું આહ્વાન કરી રહી છે, તો તેમા ખોટુ શું છે. તો વળી સમાજવાદી પાર્ટીના નેતા અનુરાગ ભદૌરિયાએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી કમાલ કરે છે. જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો, તેમાં શું વાંધો છે. 

(12:15 pm IST)