Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

મૃત્‍યુ બાદ આત્‍માને 16 ભયાનક નગરોમાંથી પસાર થવુ પડે તેવી માન્‍યતાઃ કર્મ આધારે ફળની પ્રાપ્‍તિ થઇ શકે

આત્‍માઓના કર્મના હિસાબ માટે યમરાજ સુર્ય, ચંદ્ર, દિવસ, રાત, મન, જળ, આકાશ પાસે સાક્ષી લે છે

નવી દિલ્‍હીઃ મોત બાદ સ્વર્ગ મળશે કે નરક એ સૌથી પહેલી ચર્ચા કરતા હોય છે.  જે વ્યક્તિ જેવું કર્મ કરે છે એવુ ફળ ભોગવે છે. યમલોક જતી વખતે આત્માને 16 પુરીઓ એટલે ભયાનક નગરોમાંથી પસાર થવું પડશે. આત્માને વચ્ચે વચ્ચે રોકાવવાની તક મળે છે. આ દરમિયાન તે પોતાના કર્મો અને પોતાના સ્વજનોને યાદ કરીને દુ:ખી પણ થાય છે. તે એ પણ વિચારે છે કે કર્મોના આધારે આગળ તેને કયું શરીર મળશે અથવા શું થશે?  

મોત બાદ આત્માની સફર કેવી હોય છે, તે કેટલા દિવસ યમલોક સુધી પહોંચે છે, તેની જાણકારી ગરૂડ પુરાણમાં આપવામાં આવી છે. તે અનુસાર વ્યક્તિના મોત બાદ આત્માને યમલોક સુધીની સફર પાર પાડવાની હોય છે જ્યાં તેના કર્મોના અનુસાર હોય છે. આત્મા એક દિવસમાં 200 યોજનની સફર પાર પાડે છે અને એક યોજનમાં 8 કિલોમીટર મુજબ એક દિવસમાં 1600 કિલોમીટરનું અંતર કાપે છે. જાણકારી અનુસાર યમલોકોની સફર વૈતરણી નદીથી અલગ 86 હજાર યોજનનું છે. આ સફરમાં આત્માને વૈતરણી નદીના કઠિન માર્ગને પણ પાર કરે છે, જેને ખૂબ ભયાનક બતાવવામાં આવ્યો છે. યમરાજ આત્માઓના કર્મોના હિસાબ કરતી વખતે ચંદ્રમા, સૂર્ય, દિવસ-રાત, મન, જળ અને આકાશ પાસે સાક્ષી લે છે. કારણ કે તેમને તમામ કર્મોની ખબર હોય છે. તમારા કર્મોની સજા ભોગવ્યા બાદ આત્માને બચેલા પાપ-પુણ્યને ભોગવવા માટે પછીથી જન્મ લે છે. યમલોકોના માર્ગે નરક પણ મળે છે જેને અંધતમ અને તામ્રમયના નામથી ઓળખવામાં આવે છે. તેમાં તામ્રમય ખૂબ ગરમ હોય છે, તો બીજી તરફ અંધતમમાં કીચડ અને કીડા હોય છે. સફરમાં પડાવ પર આત્માને ખૂબ દુખનો સામનો કરવો પડે છે. ત્યારબાદ આત્મા યમરાજના ભવન સુધી પહોંચે છે જ્યાં તેના પહોંચતાં જ દ્રારપાળ ધર્મધ્વજ ચિત્રગુપ્તને પાપમાં ડૂબી લોકોની આત્માઓની જાણકારી આપે છે. કહેવામાં આવે છે કે યમલોકોના દ્વાર પર બે ખૂંખાર કુતરા પણ પહેરદારી માટે હાજર હોય છે. 

(6:20 pm IST)