Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

શેર બજારમાં શાનદાર શરૂઆત બાદ બપોરે સેન્સેક્સ 51000ને પાર :નિફટીમાં પણ સુધારો

બેન્ક અને ONGC,NTPCના શેરોમાં ઊછાળો :બેન્ક, નેસ્લે, લાર્સન, કોટક મહિન્દ્રા, ટાઈટનના ઘટ્યા

નવી દિલ્હીઃ શેર બજારમાં આજે બુધવારે ફરી ધૂમ શરૂઆત થઇ. BSE સેન્સેક્સ (Sensex 51000)સવારમાં 426 પોઇન્ટના વધારા સાથે 51,207 પર ખુલી થોડાવારમાં 561નો ઊછાળો જોવા મળ્યો હતો. જો કે સાંજે નરમાઇને પગલે 258ના વધારા સાથે સેન્સેક્સ 15097 પર બંધ રહ્યો. નિફટીમાં ગઇ કાલની અફડાતફડીના માહોલ બાદ આજે સુધારો જોવા મળ્યો. એનએસઇ 115 પોઇન્ટ વધી 15,097ના સ્તરે બંધ રહ્યો.હતો

સવારે સેન્સેક્સમાં બેન્ક અને ઓએનજીસીના શેરોના વધારાનું યોગદાન રહ્યું. SBI, ઇન્ડસન્ડ બેન્ક, એક્સિસ અને કોટક મહિન્દ્રા બેન્ક ઉપરાંત ONGCના શેરોમાં વધારો જોવા મળ્યો. જ્યારે નેસ્લે, એશિયન પેઇન્ટ્સ, HUL, ટેક મહિન્દ્રા, ટાઇટન કંપનીના શેર ઘટ્યા હતા. બેન્ક શરોમાં ઈન્ડ્સઈન્ડ બેન્ક 3.35 ટકા વધી 1106.00 પર, એક્સિસ બેન્ક 3.15 ટકા વધી 772.30 અંક પર ટ્રેડિંગ (Sensex 51000)કરી રહ્યા હતા.

સાંજે ONGC 4.66 ટકા વધીને 119.00 પર બંધ રહ્યો હતો. NTPC 4.55 ટકા વધીને 107.95 પર બંધ રહ્યો હતો. જોકે ICICI બેન્ક, નેસ્લે, લાર્સન, કોટક મહિન્દ્રા, ટાઈટન કંપની સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ICICI બેન્ક 2.10 ટકા ઘટીને 627.95 પર બંધ રહ્યો હતો. નેસ્લે 1.45 ટકા ઘટીને 16114.35 પર બંધ રહ્યો હતો. તો નેસ્લે 0.90 ટકા ઘટી 16,204.00 પર એશિયન પેઈન્ટ્સ 0.61 ટકા ઘટી 2354.45 પર ટ્રેડિંગ કરી રહ્યા હતા

અમેરિકામાંથી આવી રહેલા પોઝિટિવ અપડેટને કારણે ગ્લોબલ માર્કેટમાં વધારો થઇ રહ્યો છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 486 અંક વધારા સાથે 30158 પર કારોબાર કરી રહ્યો છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ પણ 453 અંકના વધારા સાથે 30262 પર કારોબાર કરી રહ્યો છે. કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 2.30 ટકા વધી 3,064 પર કારોબાર કરી રહ્યો છે.

આ રીતે ચીનનો શંઘાઈ કમ્પોઝિટ અને ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સ પણ 1 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે

ટેક શેરોમાં વેચવાલી ઘટવા અને ફેડ દ્વારા વ્યાજદરો ઓછા રાખવાના સમાચારથી અમેરિકાનાં બજાર પણ વધારા સાથે બંધ થયાં હતાં. ડાઓ જોન્સ ઈન્ડેક્સ 424 અંક વધી 31961 પર અને S&P 500 ઈન્ડેક્સ 44 અંક વધી 3925 પર બંધ થયા હતા. આ રીતે નેસ્ડેક ઈન્ડેક્સ પણ 132 અંકના વધારા સાથે 13958 પર બંધ થયો હતો. આ રીતે યુરોપિયન શેરબજાર પણ વધારા સાથે બંધ થયાં હતાં.

ગઇ કાલે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર કેશ માર્કેટ અને ફ્યૂચર માર્કેટને ટેક્નિકલ ખામીના કારણે બંધ કરવાની ફરજ પડી છે. બેંચમાર્ક ઈન્ડેક્સ NSE NIFTY અને બેંક નિફ્ટી પર કેશ માર્કેટ રેટ સમયસર રિફ્રેશન નહીં થવાની સમસ્યા આવી રહી હતી.

આ અંગે જાણકારી આપતા NSEએ કહ્યું કે, ટૂંક સમયમાં સિસ્ટમ રિસ્ટોર કરવા પર કામ થઈ રહ્યું છે. આ સમસ્યાને જોતા NSE પર તમામ સેગમેન્ટના કારોબારને 11:40 વાગ્યાથી બંધ કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર સેન્સેક્સના ડેટા સમાન્ય રીતે અપડેટ થઈ રહ્યાં છે

(8:00 pm IST)