Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

પેટ્રોલ - ડીઝલના વધતા ભાવનો અનોખો વિરોધઃ ગળામાં મોંઘવારીનું પોસ્ટર લટકાવી કોલકત્તાના મેયરના સ્કુટર પર ફર્યા મમતા બેનર્જી

કોલકત્તાઃ દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વધતા ભાવોનો અનોખો વિરોધ કર્યો હતો. તેઓએ ગળામાં મોંઘવારીનું પોસ્ટર લગાડી ઇલેકટ્રીક સ્કૂટરથી મુખ્યમંત્રી કાર્યાલયે પહોંચ્યા હતા. મમતા બેનર્જી જે સ્કૂટર પર બેઠા હતા તેને કોલકત્તાના મેયર ફિરહાદ હકીમ ચલાવી રહ્યા હતા. મમતા બેનર્જીએ ગળામાં જે પોસ્ટર લગાડ્યુ હતુ તેમાં અંગ્રેજીમાં લખ્યુ હતુ કે 'તમારા મોઢામાં શું  છે, પેટ્રોલની કિંમત વધારવા, ડિઝલની કિંમત વધારવા અને ગેસની કિંમત વધારવા'. તેમણે વિવિધ મામલે મોદી સરકારની ટીકા કરી હતી.

(3:08 pm IST)