Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

બિહારના સીતામઢીમાં દારૂ માફિયાને પકડવા ગયેલી પોલીસ પર ગોળીબાર : સબ-ઇન્સ્પેક્ટરનું મોત: એક ઘાયલ

એન્કાઉન્ટરમાં એક દારૂનો વેપારી રંજન સિંહ પણ માર્યો ગયો દારૂ માફિયા સાથે સંબંધ રાખનાર લોકોની ધરપકડ

બિહારના સીતામઢી જિલ્લામાં બુધવારે સવારે શરાબ માફિયા સાથેના એન્કાઉન્ટરમાં એક સબ ઇન્સપેક્ટનું મોત નિપજ્યુ છે. આ ઘટનામાં એક અન્ય પોલીસકર્મી પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. મૃતક આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટરનું નામ દિનેશ રામ છે અને ઇજાગ્રસ્ટ પોલીસકર્મીનું નામ લાલબાબૂ પાસવાન છે. બંને પોલીસકર્મીની સીતામઢીના મેજરગંજ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ હતી. ઘટના મેજરગંજ પોલીસ સ્ટેશન હેઠળ આવતા કોઆરી મદન ગામની છે, જ્યાં ગુપ્ત માહિતીના આધારે બુધવારે સવારે પોલીસની ટીમ કોઆરી ગામમાં દરોડા પાડવા પહોંચી હતી

પોલીસને જાણકારી મળી હતી કે ગામમાં ગેરકાયદેસર રીતે દારૂનો વેપાર ચાલી રહ્યો છે અને ત્યારબાદ ગામમાં દરોડા પાડવા માટે પોલીસની એક ટીમ પહોંચી હતી. પોલીસની ટીમ જેમ જ ગામમાં પહોંચી દારૂ માફિયાએ પોલીસ પર ગોળીબાર શરૂ કરી દીધો, જેમાં એસઆઈ દિનેશ રામ અને ચોકીદાર લાલબાબૂ પાસવાનને ગોળી વાગી. મળતી માહિતી મુજબ ઘટનાસ્થળથી હોસ્પિટલ લઇ જતા એસઆઈ દિનેશ રામનું મોત નિપજ્યુ હતુ, જ્યારે ચોકીદાર લાલબાબૂ પાસવાનની સારવાર ચાલી રહી છે. ચોકીદારની સ્થિતિ ગંભીર છે. 

દારૂ માફિયા સાથે થયેલા એન્કાઉન્ટરના સમાચારે સમગ્ર જિલ્લામાં સનસની ફેલાવી છે. ઘટનાના તરત બાદ પોલીસના ટોચના અધિકારી ગામમાં પહોંચ્યા અને દારૂ માફિયા સાથે સંબંધ રાખનાર લોકોની ધરપકડની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસ સાથે એન્કાઉન્ટરમાં એક દારૂનો વેપારી રંજન સિંહ પણ માર્યો ગયો. હતો

આ ઘટના પછી પોલીસે સમગ્ર ગામને છાવણીમાં ફેરવી દીધુ છે. શહીદ એસઆઈ દિનેશ રામ મોતિહારી જિલ્લાના રહેવાસી હતા. ઉલ્લેખનીય છે કે થોડા ક દિવસ પહેલા ગોપાલગંજ અને મુઝફ્ફરપુરમાં ઝેરી દારૂ પીવાથી 7 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

(12:51 am IST)