Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

એશિયન પ્રજાજનો ઉપર થતા હુમલાઓને વખોડી કાઢતું એશિયન અમેરિકન ફેડરેશન : એશિયન ,બ્લેક ,તથા હિસપોનિક નાગરિકો ઉપર થઇ રહેલા હુમલાઓની સંખ્યામાં જોવા મળી રહેલો સતત વધારો


વોશિંગટન : યુ.એસ.માં એશિયન પ્રજાજનો ઉપર છાશવારે હુમલાઓ થતા જોવા મળી રહ્યા છે.આ પ્રજાજનો કામ પર જતા હોય ત્યારે તેના ઉપર હુમલો કરી કાન કાપી નાખવા ,બુઝર્ગ લોકોને લાતો મારવી ,તેમને ઉપાડી જઈ હત્યા કરી નાખવી ,જેવા બનાવો સામાન્ય બની ગયા છે.

એક બાજુ વર્તમાન સમયમાં નાના રોજગારો બંધ થઇ ગયા છે.આર્થિક મંદી જોવા મળી રહી છે.જેમાં અસ્તિત્વ ટકાવવું પણ મુશ્કેલ બની ગયું છે.તેવા સંજોગોમાં છેલ્લા એક વર્ષથી જાતિવાદી અને હિંસક હુમલાઓએ સહનશક્તિની હદ વટાવી દીધી છે.

2020 ની સાલની શરૂઆતથી પ્રારંભથી, એશિયન અમેરિકન ફેડરેશન તથા   અન્ય રાષ્ટ્રીય નેતાઓ દ્વારા એકત્ર કરાયેલા અહેવાલો મુજબ , ન્યૂ યોર્ક સિટીમાં આપણા સમુદાય ઉપર થઇ રહેલા હિંસક હુમલાઓની  ઘટનાઓ તથા  નફરતનાં ગુનાઓના 500 જેટલા અહેવાલો પ્રાપ્ત થયા છે . તે સિવાય ન નોંધાયેલી ઘટનાઓની સંખ્યા પણ મોટી છે .

 

આથી હવે અમે અમારા નેતાઓ તથા  ન્યુ યોર્કર્સને અમારા સમુદાય ઉપર  નફરતનાં ગુનાઓની વધતી જતી સંખ્યા પ્રત્યે ધ્યાન દોરીએ છીએ.કે હવે સ્પષ્ટપણે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે.  એશિયન ઇમિગ્રન્ટ સમુદાય, જેમના ઘણા લોકો ફ્રન્ટલાઈન કામદાર તરીકે કામ કરી રહ્યા છે તેમની સાથે પણ કરાતું ઓરમાયું વર્તન અને તેઓને કાયમી વિદેશી ગણવાની દાનત પીડાદાયી છે. દાયકાઓથી, આપણા સમુદાયે  સહન કર્યું છે, 


અમે અમારા પડોશીઓ અને તમામ સમુદાયોના મિત્રોને અમારા પ્રત્યેની નફરતને નાબૂદ કરવા અમારી સાથે ઉભા રહેવા અનુરોધ કરીએ છીએ.
નેતાઓને COVID-19 દરમિયાન અને પછીના ઉપચાર માટે મદદરૂપ થવા અનુરોધ કરીએ છીએ.


ઉપરોક્ત ઝુંબેશમાં એશિયન અમેરિકન ફેડરેશન સાથે પબ્લિક હેલ્થ અધિકાર ,આફ્રિકન કોમ્યુનિટી ,આરબ કોમ્યુનિટી ,લીગલ એન્ડ એજ્યુકેશન ફંડ ,ચાઇનીસ અમેરિકન કાઉન્સિલ ,સહિતના સંગઠનો જોડાયેલા છે.તેવું શ્રી મીરા વેણુગોપાલની યાદી જણાવે છે.

(9:26 am IST)