Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

ભીલાઈમાં ભિખારીઓનું ગબજનાક કૌશલ્ય :કેટલાક બે માળના મકાનના માલીક : સારું બેન્ક બેલેન્સ - ખિસ્સામાં મોંઘા મોબાઈલ

બીએસપી હોસ્પિટલ પરિસરનું હનુમાન મંદિર તથા સાંઈ મંદિર સૌથી વધુ કમાણીવાળા સ્થળો:નવા ભિખારીઓને જગ્યા મળવી મુશ્કેલ

છત્તીસગઢના ભીલાઈમાં ભિખારીઓ ગજબનાક કૌશલ્ય ધરાવતા હોવાનું તેઓની જીવનશૈલી પરથી ફલિત થાય છે તાજેતરમાં કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે ભીખારીઓને ‘કૌશલ વિકાસ યોજના’ અંતર્ગત પ્રશિક્ષિત કરી રોજગારી આપવામાં આવશે. પરંતુ ભિલાઈમાં ભીખારીઓનું કૌશલ્ય જોઈને દંગ રહી જવાય છે 
ભિલાઈમાં ભીખારોઓનું જબરજસ્ત ટશન છે,તેમની સાથે લડવાની કોઈની હિમ્મત નથી. કેટલાક તો એટલા દબંગ છે કે ભિલાઈમાં સ્ટીલ પ્લાન્ટના ક્વાર્ટર્સ (બીએસપી) પર પણ કબજો કરી લીધો છે. બીએસપી હોસ્પિટલ પરિસર સ્થિત હનુમાન મંદિર તથા સાંઈ મંદિર અહીંયા સૌથી વધુ કમાણીવાળા સ્થાનો મનાય છે અહીંયા બેસનારા ભીખારોઓ માલદાર છે. કોઈ નવા ભીખારી માટે અહીંયા જગ્યા મેળવવી સરળ વાત નથી.

આ ભીખારીઓમાંથી ઘણા પાસે બેન્કમાં સારું બેલેન્સ છે. તેઓ પોતાનું સ્ટેટસ પણ મેઈન્સેન રાખે છે. લગ્નનો પ્રસંગ હોય કે પછી કોઈ તહેવાર તેમના ખર્ચાઓ જોઈને દંગ રહી જશો. અહીંયાના કેટલાક ભીખારીઓ બે માળના મકાનના માલિક પણ છે. તો સ્માર્ટફોન રાખનારા ભીખારીઓની સંખ્યા પણ ઓછી નથી મેલા અને ફાટેલા કપડાં તથા વિખરેલા વાળવાળા ભીખારીઓના ખિસ્સામાં સામાન્ય વ્યક્તિ કરતા પણ વધારે રૂપિયા અને મોંઘા મોબાઈલ ફોન મળશે.

આ વ્યવસાયિક ભીખારીઓ છે, જે ભીખારીનો વેશ ધારણ કરીને ભીખ માગે છે. રોજના 500 રૂપિયા કમાવવા અહીંયા સામાન્ય વાત છે, એવરેજ 1200થી 1500 રૂપિયા તથા મંગળવારે અને શનિવારે અઢીથી ત્રણ હજાર રૂપિયા કમાનારા ભીખારીઓ અહીંયા તમને ઘણા જોવા મળશે. એક ભીખારીએ જણાવ્યું કે અહીંયાના ઘણા ભીખારીઓ પાસે એટલા રૂપિયા છે કે તેઓ આરામથી ખાઈ-પી શકે છે, પરંતુ તેઓ આમ કરશે તો ધંધો બંધ થઈ જશે. આવા કપડા પહેરવા તેમની મજબૂરી છે.

(11:44 pm IST)