Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

બોલીવુડના કિંગખાનની ''ઝીરો ' શ્રીદેવીની અંતિમ ફિલ્મ :ડિસેમ્બરમાં થશે રિલીઝ

આનંદ રાયની ફિલ્મમાં શ્રીદેવીની જોવા મળશે ઝલક :ફિલ્મમાં કેટરીના કૈફ અને અનુષ્કા શર્માની મહત્વની ભૂમિકા

મુંબઈ :બોલીવુડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીનું શનિવારે રાત્રે દુબઈમાં હાર્ટએટેકના કારણે નિધન થયું છેશ્રીદેવીના નિધન પર બોલિવુડના તમામ સ્ટાર્સે દુઃખ વ્યક્ત કર્યું છે. શ્રીદેવીના નિધનની ખબર સાંભળી સમગ્ર બોલિવુડ આઘાતમાં છે.શ્રીદેવીના નિધન પર નરેન્દ્રભાઈ  મોદીએ ટ્વીટ કરી કહ્યું કે, "શ્રીદેવીના અચાનક નિધનથી હું સ્તબ્ધ છું. શ્રીદેવીએ તેમની કારકીર્દીમાં અનેક યાદગાર રોલ કર્યાં છે."

  શ્રીદેવીએ બોલિવુડમાં એન્ટ્રી ફિલ્મ સોલવાં સાવનથી કરી હતી. પરંતુ શ્રીદેવીની ૧૯૮૩ માં આવેલ ફિલ્મ હિંમતવાલા ખૂબ ચર્ચામાં રહી હતી.આ સિવાય મવાલી, તોહફા, નગીના, ઘર સંસાર, આખિરી રાસ્તા, કર્મા, મિસ્ટર ઈન્ડિયા સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. શ્રીદેવી લાસ્ટ ટાઇમ ફિલ્મ મોમમાં જોવા મળી હતી, જે 7 જુલાઈ, 2017નાં રોજ રિલીઝ થઈ હતી
  આ ફિલ્મ પછી શ્રીદેવીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, તે બહુ જલ્દી ફિલ્મી પડદા પર ફરીથી નજર આવશે.શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ઝીરો' માં લાસ્ટ ટાઈમ મોટા પડદા પર શ્રીદેવીની ઝલક જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન આનંદ એલ રાયનું છે. આ ફિલ્મમાં કેટરીના કેફ અને અનુષ્કા શર્મા મહત્વના રોલમાં છે.
  વર્ષ ૨૦૧૭ માં શ્રીદેવીની સાથે-સાથે બોલિવુડની તમામ અભિનેત્રીઓએ આ ફિલ્મમાં સ્પેશિયલ અપીયરેંસ માટે શૂટિંગ કર્યું હતું. શ્રીદેવીની સાથે કાજોલ, રાણી મુખર્જી, કરિશ્મા કપૂર અને આલિયા ભટ્ટની ઝલક આ ફિલ્મમાં જોવા મળશે.

(6:12 pm IST)